નિર્ણય:જો બેંકોનું ખાનગીકરણ કરાશે તો અચોકકસ મુદતની હડતાળ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયેલ ગુજરાત બેંક વર્કસ યુનિયનની સામાન્ય સભામાં લેવાયેલો નિર્ણય

જામનગર શહેરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મંગળવારના ગુજરાત બેંક વર્કસ યુનિયનની સામાન્ય સભા મળી હતી. જેમાં ગુજરાત બેંક યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવે ઉપસ્થિત રહયા હતાં અને તેઓએ જણાવ્યું હતું કે, જો આગામી શિયાળુ સત્રમાં ખાનગીકરણનું બિલ મુકવામાં આવે તો બેંક કામદાર આચોકસ મુદતની હડતાલ સહિત સંગઠનાત્મક પગલાં ભરવા તૈયાર છે. આ સભામાં ગુજરાત બેંક વકર્સ યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવેએ જામનગરમાં સરકારના ખાનગી કરણ સામે કેવી રીતે લડવું તેની સમજ આપી હતી.

ખાનગીકરણ પછી નોકરીની સલામતી 1 વર્ષ સુધી જ રહેશે. 23 વર્ષની લડત પછી બેન્કોનું રાષ્ટ્રિયકરણ થયું અને જો તેનું ખાનગીકરણ થાય તો ગરીબ પ્રજાની મહામૂલી બચત મુઠીભર ઉદ્યોગપતિઓ હૃદફ કરી જશે. બેંકનો કામદાર બદલાવ માટે તૈયાર છે પરંતુ કામદારના હિતમાં હોઈ તો અને બેંક કામદાર જનહિતમાં ન હોઈ તેવા પગલાઓનો વિરોધ કરશે.

1977માં દેશની 547 બેન્કો ફડચામાં ગયેલ છે. પેટ્રોલીયમ, વીમો, રેલ્વેને અને અન્ય ધીંકતો નફો કમાતા ઉદ્યોગોને વેચવા સરકાર ઉતાવળી થઈ છે પરંતુ બેન્કનો સંગઠિત વર્ગ ખાનગીકરણને ખાળીને જ રહેશે. ઉપરાંત તેમને એવું પણ કહયું હતું કે, સરકારે 2000 કરોડ તો જાહેરાત પાછળ ખર્ચી નાખ્યા છે. આરબીઆઇના 175000 કરોડ અનામતના લઈને પણ સરકારનું પેટ ભરાતું નથી. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી કુલીન ધોળકીયા અને અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...