તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો, આજે નવા 67 કેસ, કોવિડની સારવાર દરમિયાન 7 દર્દીના મોત

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની માફક ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાજનક રીતે સંક્રમણ વધ્યું

જામનગરમાં શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 67 કેસ નોંધાયા છે. જેમાં આજે નોંધાયેલા કેસોમાં શહેરમાં 38 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 29 કેસ નોંધાયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિાયન 7 દર્દીના મૃત્યુ થયા છે.

જામનગર જિલ્લામાં રોજે રોજ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દિવસેને દિવસે ડબલ ડિજિટમાં કોરોના કેસ આવી રહ્યાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રસરી રહ્યો છે. આજે ગ્રામ્યમાં 29 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા જાહેર સ્થળો પર લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન સહિતની કોઈ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી બન્યું છે. જિલ્લામાં સારવાર દરમિયાન 34 દર્દી સાજા થઈ જતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા.

તંત્ર દ્વારા કામગીરી
તંત્ર દ્વારા કામગીરી

મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ અને ડેપ્યુટી કમિશનર વસ્તાની કોરોના સંક્રમણ વધુ ના ફેલાય માટે ટીમો પણ બનાવી છે. જે લોકોને પ્રારંભમાં ગાઈડલાઈનના પાલનની સૂચના આપશે બાદમાં બેદરકાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં અત્યાર સુધી 251437 સેમ્પલ લેવાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 202678 સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો