તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળ સંગ્રહના 105 કામ:જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતામાં 1.60 લાખ ઘનફુટનો વધારો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26,246થી વધુ માનવદિન રોજગારીનું નિર્માણ થયું
  • 25 તળાવ ઊંડા કરાયા, 18 ચેકડેમ અને 23 નહેરોની મરામત કરાઇ

જામનગર જિલ્લામાં કોરોનાકાળના સતત બીજા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનનું ચોથું ચરણ પૂર્ણ થતાં 25 તળાવ ઊંડા, 18 ચેકડેમ અને 23 નહેરોની મરામતના 105 કામ પૂર્ણ થતાં જિલ્લામાં જળ સંગ્રહ ક્ષમતામાં 1.60 લાખ ઘનફૂટનો વધારો થયો છે. 26246થી વધુ માનવદિન રોજગારીનું નિર્માણ થયું હતું.

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા ચરણમાં 105 કામ પૂર્ણ થતાં જામનગર જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે પણ 1,60,630 ઘન ફૂટથી વધુનો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના અને મનરેગાના કામો શરૂ કરીને જામનગરમાં 26246 માનવદિન રોજગારીનું નિર્માણ થયું હતું.

આ અભિયાન હેઠળ જામનગરના 25 તળાવો ઊંડા કરવામાં આવ્યા હતાં. 18 ચેકડેમનું ડી-સીલ્ટીંગ અને રિપેરીંગ, 23 નહેરોની મરામત તથા જાળવણી, 12 નહેરની સફાઇ કરવામાં આવી હતી. કામગીરીમાં 856 જેસીબી, 2491 ટ્રેક્ટર અને ડમ્પરને મળી કુલ 3347 યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...