હરાજી:જામનગર યાર્ડમાં ચણા, તલ અને રાયડાની 6000 મણથી વધુ આવક

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હરરાજીમાં 20 કીલો કાળા તલના સૌથી વધુ રૂ.1800-2670 ભાવ બોલાયા

હાપા માર્કેટ યાર્ડમાં શુક્રવારે હરાજીમાં 540 ખેડૂત આવતા વિવિધ જણસોની 37773 મણ આવક થઇ હતી. ખાસ કરીને ચણાની 6968, તલની 6314 અને રાયડાની 6604 મણ આવક થઇ હતી. 23 જણસોની હરાજીમાં 20 કીલો કાળા તલના સૌથી વધુ 1800 થી 2670 ભાવ બોલાયા હતાં. જયારે 20 કીલો મગના રૂ.1000-1360, અડદના રૂ.800-1300, ચોળીના રૂ.800-1400, વાલના રૂ.800-1160, મગફળીના રૂ.800-1090, જીરૂના રૂ.1800-2600 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...