તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જણસની આવક:જામનગર યાર્ડમાં 1 દિવસમાં 59,717 મણ જણસની આવક

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રનું બીજા નંબરનું યાર્ડ બનવા આગેકૂચ

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ આવક અને વેચાણ બાબતે તમામ પ્રકારના રેકોર્ડ તોડીને સૌરાષ્ટ્રનું બીજા નંબરનું યાર્ડ બનવા તરફ કૂચ કરી રહ્યું છે. ગુરૂવારે યાર્ડમાં ઘઉંની આવક 13836 મણની અને મગફળીની આવક 14875 મળી કુલ જણસની આવક 59717 મણ નોંધાઈ હતી.

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં જણસની આવક બાબતે વેચાણકાર અને લેનાર બંનેનો સતત રૂચીમાં વધારો થતો હોય તેમ આવક પણ નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે.હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે ગુરૂવારે ઘઉંનો ભાવ 310થી 373 રહ્યો હતો જેમાં ઘઉંની આવક 13836 મણ નોંધાઈ હતી, મગફળીની આવક 14875 નોંધાઈ છે જેનો ભાવ 900થી 1200 રહ્યો હતો, લસણની આવક 6567 મણ નોંધાઈ જેનો ભાવ 500થી 1385 નોંધાયો હતો.

આ ઉપરાંત યાર્ડમાં કપાસ, અજમો, મગ, ધાણા, ધાણી, ચણા, રાયડો, અડદ વગેરેની પણ નોંધપાત્ર આવક થઈ જેમાં એક દિવસમાં 59717 મણ આવક નોંધાઈ છે અને છેલ્લા આઠ દિવસથી યાર્ડમાં અડદના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે મગફળીના ભાવમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...