માર્કેટ યાર્ડ:હાપા યાર્ડમાં 652 ખેડૂત આવતા 40136 મણ જણસની આવક

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘઉં, મગફળી, તલ, કપાસ, અજમા અને ધાણાની ધૂમ આવક
  • 20 કિલો અજમાના રૂ.1800-2850, તલના રૂ.2200-2700 બોલાયા

લોકડાઉનમાં જામનગર માર્કેટ યાર્ડમાં 652 ખેડૂત આવતા 40136 મણ જણસની આવક થઇ હતી. ઘઉં, મગફળી, તલ, કપાસ, અજમા, ધાણા આવકમાં મોખરે રહ્યા હતાં. 20 કીલો અજમાના રૂ.1800-2850, તલના રૂ.2200-2700 બોલાયા હતાં. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં શનિવારે જણસોની હરાજીમાં 652 ખેડૂત આવ્યા હતાં. આથી જુદી જુદી જણસની 40136 મણ એટલે કે 13466 ગુણીની આવક થઇ હતી. જેમાં ઘઉં 9348 મણ, મગફળી 6018, તલ 6300, કપાસ 4077, અજમો 5400, ધાણાની 3220 મણની આવક થઇ હતી. શનિવારે કુલ 24 જણસની આવક થઇ હતી. જેમાં 20 કીલો અજમાનો સૌથી વધુ રૂ.1800 થી 2850 અને બાજરીનો સૌથી ઓછો રૂ.300 થી 327 ભાવ બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...