હરાજી:યાર્ડમાં 14,700 મણ ધાણા 10,072 મણ ઘઉંની આવક

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તલના 2350, અજમાના રૂા. 2800
  • 1000 ખેડૂતો 58,718 મણ જણસ લાવ્યા

જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં ઘાણાની 14700, ઘઉંની 10072 મણ આવક થઇ હતી. 1000 થી વધુ ખેડૂત આવતા જુદી-જુદી કુલ 58718 મણ જણસ આવી હતી. હરાજીમાં તલના 2350, અજમાના 2800, જીરૂના 2560 ઉપજયા હતાં. કોરોનાનું સંક્રમણ વધતા અને કડક નિયંત્રણોના પગલે જામનગર માર્કેટ યાર્ડ એક મહિનો બંધ રહ્યું હતું.

આથી છેલ્લાં ત્રણ દિવસથી પુન: શરૂ થયેલા જામનગર યાર્ડમાં હરાજી અને જણસોની ધૂમ આવક થઇ રહી છે. મંગળવારે એક જ દિવસમાં 1000 થી વધુ ખેડૂત આવતા કુલ 58718 મણ જુદી-જુદી જણસની આવક થઇ હતી. જેમાં ઘઉંની 10072, મગની 4533, મગફળીની 8241, રાયડાની 3800, લસણની 2967, જીરૂની 4389, અજમાની 3633, ઘાણાની 14700 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો મગના રૂ.1150 થી 1305, રાયડાના રૂ.900 થી 1230, લસણના રૂ.560 થી 1290, અજમાના રૂ.2100 થી 2800, ઘાણાના રૂ.900 થી 1565 ઉપજયા હતાં.

અન્ય સમાચારો પણ છે...