જામનગર તાલુકાના સિકકા પંથકમાંથી એક સગીરાનુ અપહરણ કરી જવાયાની ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અપહરણકાર તેમજ તેને મદદ કરનારા બે પિતરાઇ ભાઇને પકડી પાડયા હતા જયારે કાર અને મોબાઇલ પણ કબજે કર્યો હતો.ભોગગ્રસ્ત સાથે દુષ્કર્મ પણ થયાનુ સામે આવતા પોલીસે દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો હતો.
પોલીસસુત્રોમાંથી જાણવા મળતી જામનગર તાલુકાના સિકકા પંથકમાં રહેતી એક સગીરાનુ અપહરણ થયાની ફરીયાદ ભોગગ્રસ્તના માતાએ ગત તા.8ના રોજ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી હતી. જેની તપાસ હાથ ધરતા પોલીસે આરોપી રીયાઝ મુશ્તાક સંધારને દબોચી લીઘો હતો અને અપહ્યત સગીરાને મુકત કરાવી મેડીકલ તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ થયાનુ સામે આવતા પોલીસે આરોપી રીયાઝ સામે અપહરણ ઉપરાંત દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો હતો
પોલીસ પુછપરછમાં આ પ્રકરણમાં તેના બે મદદગાર પિતરાઇ એઝાજ અને અફઝલના નામ ખુલ્યા હતા.આથી પોલીસે બંનેની અટક કરી લઇ અપહરણમાં ઉપયોગ લેવાયેલી એક કાર ઉપરાંત મોબાઇલ ફોન વગેરે પણ કબજે કર્યા હતા. પ્રાથમિક પોલીસ પુછપરછમાં સગીરાના અન્ય દાખલાના આધારે આરોપીએ મૈત્રી કરારના દસ્તાવેજો પણ કરાવી લીઘા હોવાનુ જાણવા મળ્યુ છે જે કરાર કબજે કરી લઇ તેની ખરાઇ સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.