તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:વોર્ડ નં.3માં માત્ર સવર્ણના મતોનું જ વર્ચસ્વ, અહીં 5 ટર્મથી ભાજપ જીતે છે, વોર્ડ નં.4માં સમસ્યાઓની ભરમાર અહિંયા ઉમેદવારોની કસોટી થશે

જામનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વોર્ડ નં.3 એટલે કે ગાંધીનગર, પટેલ કોલોનીથી લઈ હિંમતનગર સુધીનો વિસ્તાર આમ તો સુવિધાસભર વિસ્તાર છે. અહીં મહાપાલિકાને લગત મોટાભાગના કામો થઈ ચૂક્યા છે. એક માત્ર ગેસની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ રોડનું રિ-કાર્પેટીંગ કરવામાં આવશે. આ વિસ્તારમાં સવર્ણ વર્ગ સમાન રીતે મતોમાં વેચાયેલા છે. શિક્ષિત અને આગળ ગણાતો આ વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લી 5 ટર્મથી અહીં ભાજપની પેનલ ચૂંટાતી આવે છે.

આટલા વિસ્તારનો સમાવેશ
ગાંધીનગર, પટેલ કોલોની, શાંતિનગર, આનંદ સોસાયટી, ઈન્દ્રદીપ સોસાયટી, બેંક કોલોની, પ્રતાપનગર, હિંમતનગર, હાટકેશ સોસાયટી વગેરે.

મતદારોનું વર્ગીકરણ
ક્ષત્રિય-4,600 , બ્રાહ્મણ-4,500 , વાણિયા -3,200 , લોહાણા-3,500 ,પટેલ-3,000

સીટો :2 મહિલા સામાન્ય, 2 સામાન્ય પુરૂષ અનામત

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.4માં મોટાભાગે ગરીબ અને સામાન્ય લોકો વસવાટ કરે છે. અહીં સમસ્યાઓની ભરમાર છે. ગટરનો પ્રશ્ન ખૂબજ વિકટ છે. આ વિસ્તારમાં કોઈ મેઈન રોડ નથી, સફાઈ કર્મચારીઓ બપોર પછી આવતા જ નથી, ગરીબ-પછાત ગણાતા નવાગામ ઘેડ વિસ્તારમાં છતાં પણ છેલ્લા ઘણા સમયથી અનેક કામો થયા છે અને ચાલી રહ્યા છે. અહીં કોળી, ક્ષત્રિય, દલિત અને મુસલમાનોના મતો નિર્ણાયક છે. ગત ચૂંટણીમાં અહીં 3 ભાજપ અને 1 કોંગ્રેસની સીટ આવી હતી.

આટલા વિસ્તારનો સમાવેશ
હાથણીબંધ, નદીકાંઠો, વિનાયક પાર્ક, મધુવન પાર્ક, નવજીવન સોસાયટી, જાસોલિયા, ખડખડનગર, સિદ્ધનાથ, શિવમ્ એસ્ટેટ, જયશ્રી સોસાયટી, ગોપાલ ચોક, નિર્મળ કુંવરબા, મધુવન સોસાયટી વગેરે.

મતદારોનું વર્ગીકરણ
કોળી-7,500 , ક્ષત્રિય-5,100 , દલિત-3,000 મુસ્લિમ-2,700 , બ્રાહ્મણ-1,200

સીટો: 2 સામાન્ય મહિલા ,2 સામાન્ય પુરૂષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો