તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોર્ડ નં.1 એટલે કે બેડી વિસ્તાર બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં મુસ્લિમ મતોનું એકતરફી પ્રભુત્વ કાયમી રહ્યું છે જેના તરફ તે ઢળે તે ઉમેદવાર અને પેનલો જીતે છે. ગત વર્ષ 2015ની મહાપાલિકાની ચૂંટણીમાં અહીં ચારેય સીટ કોંગ્રેસે જીતી હતી. આ વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે. ભરશિયાળે પણ અહીં ટેન્કરો દોડાવવા પડે છે, ગટરની પણ સમસ્યા તેવી જ મોટી છે. અહીં હજુ પણ સોસ ખાડા અને જાહેરમાં પાણીનો નિકાલ થાય છે.
આટલા વિસ્તારનો સમાવેશ
દિગ્વિજય સોલ્ટ, માધાપર-ભુંગા, જોડિયા-ભુંગા, બેડી, ગરીબનગર, પાણાખાણ, બેડેશ્વર, એક્ડેએક વિસ્તાર, હાડકાનું કારખાનુ, ધરારનગર-1.
સીટો
1 મહિલા દલિત અનામત
1 સામાન્ય મહિલા અનામત
2 સામાન્ય પુરૂષ અનામત
મતદારો
મુસ્લિમ 27,000
દલિત 1,500
અન્ય 7,000થી 8,000
વોર્ડ નંબર 2 જામનગરનો ગીચ વિસ્તાર
વોર્ડ નં.2 તરીકે પ્રખ્યાત વિસ્તારમાં મોટાભાગે મધ્યમ વર્ગીય વિસ્તાર આવે છે. અહીં દરબારો, બ્રાહ્મણો અને મુસ્લિમ મતો મુખ્ય ગણાય છે જે ઉમેદવારોના જીત માટે નિર્ણાયક બને છે. બાકી અહીં દલિત, કોળી, ભરવાડ સહિત અનેક કોમના લોકો રહે છે જે પણ મતો માટે નિર્ણાયક બને છે. વર્ષ 2015ની મહાપાલિકાની ચૂંટણીમાં અહીં 3 સીટો ભાજપે અને 1 સીટ કોંગ્રેસે જીતી હતી. આ વિસ્તાર જામનગર શહેરના ગીચ વિસ્તારોમાનો એક છે.
આટલા વિસ્તારનો સમાવેશ
ધરારનગર, મારૂતીનગર, સોનલનગર, રામનગર, હેડ કવાર્ટર, મચ્છરનગર, મોમાઈનગર, ગાંધીનગર, પુનિતનગર, રાંદલનગર, કે.પી. શાહની વાડી.
સીટો
1 અનુસૂચિત જનજાતિ મહિલા
1 મહિલા અનામત
2 સામાન્ય પુરૂષ
મતદારો
દરબારો 9,000
બ્રાહ્મણ 2,500
મુસ્લમ 5,000
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.