• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Vavdi Village Of Jodia, A Quarrel Broke Out Between A Couple Over A Clock Cell, A Wife Who Had Left Home Jumped To Her Death In A Well.

માઠુ લાગતા મોત વ્હાલું કર્યું:જોડિયાના વાવડી ગામમાં ઘડિયાળના સેલ બાબતે દંતપી વચ્ચે ઝઘડો થયો, ઘરેથી નીકળી ગયેલી પરિણીતાએ કુવામાં મોતની છલાંગ લગાવી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધરાતે શોધખોળ કરી પણ પરિણીતા ન મળી, વહેલી સવારે કુવામાંથી લાશ મળી

જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામમાં માત્ર ઘડિયાળના સેલ બાબતે પતિ પત્ની વચ્ચે થયેલી બબાલે પત્નીનો જીવ લીધો છે. પત્નનીને લાગી આવતા ગામના કુવામાં ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યું છે.

સેલ બાબતે માથાકૂટ થઇ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામનાં 36 વર્ષીય પરિણીતા ગનીબેન કનુભાઈ ડાંગરનો મૃતદેહ ગામના કૂવામાં દેખાતા ચકચાર મચીજવા પામ્યો હતો. જામનગર ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

કુવામાંથી લાશ મળી
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ આદરી હતી,. પોલીસ તપાસમાં ગનીબેનની એમના પતિ કનુભાઈ ડાંગર સાથે ઘડિયાના સેલ બાબતે બોલાચાલી થતાં ગઇકાલ સાંજથી કોઈને કહ્યા વગર ઘર છોડી ચાલ્યા ગયા હતા. ગનીબેન ઘરેથી ચાલ્યા ગયેલા હોવાથી અને મોડે સુધી ઘરે પરત ના ફરતા તેઓની શોધખોળ શરૂ કરાઈ હતી, પણ આસ પડોશ કે ગામમાં મળ્યા ન હતા. જ્યારે સવારે ગામના કુવામાંથી મૃતદેહ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...