જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શિયાળાના આગમન સાથે ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ચુંટણીલક્ષી માહોલ હવે ધીરે ધીરે ગરમાય રહયો છે . હજુય કોઇક સ્થળે સુશુપ્ત માહોલ પણ રહયો છે . ચૂંટણીને પગલે વાયદાઓની ભરમાર મુદ્દે પણ અમુક લોકો કટાક્ષ સાથે વ્યંગ્યબાણ પણ વ્યકત કરી રહ્યા છે. ભાસ્કર ટીમ રોજે રોજે આ પ્રમાણે ગ્રાઉન્ડ રીપોર્ટ આપી હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘેરબેઠા વાકેફ કરશે.
હર્ષદપુર ( ખંભાળિયા )
સારા કામ કરે તો સારું તેવા કટાક્ષ, મતદાન ઉત્સાહ
ખંભાળિયા તાલુકાની 16000 ની વસ્તી ધરાવતા હર્ષદપુર ગામમાં ચૂંટણીને લઈને ઉત્સાહકોમાં જોવા મળી રહ્યો છે . ગામમાં 9000 જેટલા મતદારો છે . ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ રાતના સમયમાં લોકો એકઠા થઈને ચૂંટણીની જ વાતો કરે છે આ સાથે જ વાયદા તો કરે છે સારા કામ કરે તો સારું તેવા કટાક્ષ પણ કરે છે . ચૂંટણીના મતદાન માટે લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉ.બારા ( ખંભાળિયા )
ચૂંટણીમાં રસ ઓછો પણ મતદાન તો થશે
ખંભાળિયા તાલુકાનું 2500 ની વસ્તી ધરાવતા ઉ ગમણા બારા ગામમાં ચૂંટણીના લઈને કોઈ ખાસ જોવા મળી રહ્યો નથી ગામમાં ખેડૂતોની સંખ્યા વધુ છે હાલ શિયાળુ પાકની સીઝન હોવાથી મોટાભાગના ખેડૂતો ખેતરોમાં વ્યસ્ત હોય છે . આથી સાંજે લોકો માંડ માંડ ભેગા થાય છે અને થાય તો પણ ચૂંટણીની વાત તો ભાગ્ય જ કરે છે . જો . કે ગામના લોકો મતદાન તો કરવા જશે .
વ.બારા ( ખંભાળિયા )
ચૂંટણીની ચર્ચા નહીં, મતદાન માટે સારો ઉત્સાહ
ખંભાળિયા તાલુકાના વ બારા ગામમાં લોકો ચૂંટણીની ચર્ચામાં પડતા જ નથી . ગામમાં પ્રચારકો આવે તેની સભામાં જાય કોણ આવે છે શું કરે છે તે જુએ અને સાંભળે છે . તેમ છતાં તે અંગેની ચર્ચા કરતા નથી . જોકે ગામમાં સરપંચની ચૂંટણીને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે પરંતુ આ ચૂંટણીમાં ઉત્સાહ ખૂબ ઓછો છે. જો કે, મતદાન માટે લોકોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળે છે.
ઢંઢા (જામનગર )
મતદાન માટે ગામલોકોમાં જાગૃતિનો સંચાર
જામનગર તાલુકા 450 ની વસ્તી ધરાવતા ઢંઢા ગામમાં ઠીક ઠીક માહોલ જોવા મળી રહ્યો છે . આ વર્ષે ત્રિપાખીયો જંગ હોવાથી લોકોમાં જોઈ તેનો ઉત્સાહ જોવા નથી મળી રહ્યો . ચૂંટણીમાં માહોલ તો નથી જામ્યો પરંતુ ગ્રામજનો મતદાન કરવા જશે તેવું પરસ્પર ચર્ચા કરી રહ્યા છે અને એકબીજાને મતદાન પ્રત્યે જાગૃતિ પણ આપી રહ્યા છે. જે જાગૃતિ થકી લોકો લોકશાહીના અવસરમાં જોડાશે.
વસઈ (જામનગર )
મતદાનના દિવસે અહિંયા લગ્ન જેવો માહોલ હોય
જામનગર તાલુકાના 2200 ની વસ્તી ધરાવતા વસઈ ગામમાં ચૂંટણીના લઈને અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે . ગામમાં ચૂંટણી આવી છે એટલે જાણે લગ્ન આવ્યા હોય તેવો માહોલ જામ્યો છે . શેરીએ ગલીએ ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ તેની જ વાતો થઈ રહી છે વળી બહેનોએ તો મતદાન કરવા જતા સમયે ગીતો ગાતા ગાતા મતદાન કરવા જશેેે. મતદાન માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ છે.
માડી (કલ્યાણપુર )
ચૂંટણીને લઈને ઉત્સાહ, યોજનાની ચર્ચા
કલ્યાણપુર તાલુકાના માડી ગામમાં ચૂંટણીના લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે . ગામમાં લોકો ઉમેદવારોની ચર્ચા કરે છે . ગામમાં ખેડૂત વધારે હોવાથી પાક વીમા , ટેકાના ભાવ , પાણી માટેની અલગ અલગ યોજના વિશેની ચર્ચા કરવામાં આવે છે . ઉપરાંત રાજકારણીઓના વાયદા સાંભળીને રામ જાણે વાયદા પૂરા થશે કે નહીં તેવો કટાક્ષ પણ કરી રહ્યા છે .
બેરાજા ( ખંભાળિયા )
રાજકીય માહોલ ગરમાયો, ખાટલા બેઠકોનો દૌર
5000 ની વસ્તી ધરાવતા બેરાજા ગામમાં ચૂંટણીને લઈ રાજકીય માહોલ ખૂબ જામ્યો છે . દરરોજ એક પછી એક ખાટલા બેઠકો થઈ રહી છે . લોકોને ખબર છે કે કોને મત આપવો છે તેમ છતાં ઉમેદવારો આવે અને વાયદા કરે ત્યારે બધા ને હા પાડવી . ચૂંટણી સમયે જો ઉમેદવાર ખોટા વાયદા કરી પછી ફરી જતા હોય તો આપણે હા કહેવામાં શું વાંધો તેવી ચર્ચા, કટાક્ષો ગ્રામજનો કરી રહ્યા છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.