• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In The Yard, 3582 Manas Of Cotton Were Harvested In The First Day Of The Season, 29240 Manas Of Different Varieties Were Harvested, Ajma Rs. 2720, Cumin Seeds Rs. 2540 Price

કૃષિ:યાર્ડમાં સીઝનમાં કપાસની 1 દિ’ માં 3582 મણ આવક, જુદી-જુદી 29240 મણ જણસ ઠલવાઇ, અજમા રૂ.2720, જીરૂના રૂ. 2540 ભાવ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર યાર્ડમાં સોમવારે સીઝનમાં કપાસની પ્રથમવાર એક દિવસમાં 3582 મણ આવક થઇ હતી. 717 ખેડૂત આવતા જુદી જુદી 29240 મણ જણસ ઠલવાઇ હતી. હરાજીમાં અજમાના રૂ.2720 અને જીરૂના રૂ.2540 ભાવ બોલાયા હતાં.જામનગર માર્કેટીંગ યાર્ડમાં સોમવારે સીઝનમાં પ્રથમવાર કપાસની 1194 મણ આવક અને સૌથી ઉંચો રૂ.1570 ભાવ બોલાયો હતો. યાર્ડમાં ઘઉંની 6980, મગફળીની 464, એરંડાની 501, તલની 3787, લસણની 1254, કપાસની 3582, જીરૂની 5295, અજમાની 1329, ધાણાની 536, સૂકી ડુંગળીની 3479 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો બાજરીના રૂ.260-340, ઘઉંના રૂ.380-443, મગના રૂ.1290-1315, અડદના રૂ.900-1450, વાલના રૂ.750-975, મગફળીના રૂ.900-1051, અરેંડાના રૂ.1100-1187, તલના રૂ.1850-2300, લસણના રૂ.200-865, કપાસના રૂ.800-1570, જીરૂના રૂ.1800-2540, અજમાના રૂ.2000-2720, ધાણાના રૂ.715-1300, સૂકી ડુંગળીના રૂ.150-470, સીંગદાણાના રૂ.1270-1550, વાલના રૂ.750-975 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...