ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ-7:ગામડામાં શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે ચૂંટણીનો ગરમાવો

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટાયા બાદ વાયદા વિસરી જવાતા હોવાનો લોકોનો કટાક્ષ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શિયાળાના આગમન સાથે ફુલગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ચુંટણીલક્ષી માહોલ હવે ધીરે ધીરે ગરમાય રહયો છે.હજુય કોઇક સ્થળે સુશુપ્ત માહોલ પણ રહયો છે.ભાસ્કર ટીમ રોજે રોજે આ પ્રમાણે ગ્રાઉન્ડ રીપોર્ટ આપી હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘેરબેઠા વાકેફ કરશે.

ચૂંટણીનો માહોલ જામ્યો, પક્ષોના વાયદાઓ મુદ્દે ચર્ચા; મોટા કાલાવડ ( તા. ભાણવડ)
ભાણવડ ના મોટા કાલાવડ ગામમાં ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે.ગામમાં કુલ 2400 મતદાતા છે.ચૂંટણીમાં ઉભેલો ઉમેદવાર કેવો છે અને કેટલો સક્ષમ છે તેની અને અલગ અલગ પક્ષ અને તેના દ્વારા અપાયેલા વચનો વિશે ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે.ચૂટણી લક્ષી ગરમાવો હવે અંતિમ ચરણમાં ચરમસીમાએ પહોચશે.

ખેડુતો શિયાળુ સિઝનમાં વ્યસ્ત, ભાગ્યે જ ચર્ચા
ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે ચૂંટણીલક્ષી કોઈ માહોલ જ નથી કારણ કે અહીંયા બધા પોતપોતાના ગામમાં વ્યસ્ત છે. ઉપરથી ખેડૂતોમાં શિયાળો આવતા સીઝન શરૂ થઈ છે આથી ચૂંટણીલક્ષી વાત ભાગ્યે જ થાય છે. વાત થાય તો ઉમેદવાર વિશે વાત થાય છે. ગામમાં ચૂંટણીને લઈને ખાસ રસ નથી. - ઝાકસીયા (તા. ખંભાળિયા)

વાયદા કરાય છે, પુરા કરાતા નથી, લોકોનો કટાક્ષ
450ની વસ્તી ધરાવતા ધંધુસર ગામમાં 350 જેટલા મતદારો છે. ચૂંટણીને લઈને ગામમાં કોઈ ખાસ ચર્ચા થતી નથી. પરંતુ ઉમેદવારને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે. કારણ કે ઉમેદવાર વાયદા તો કરે છે પણ પૂરા કરતા નથી. ચૂંટાયા પછી કોઈ ઉમેદવાર ક્યાં સામું જોવે છે, ચૂંટણી આવે ત્યારે બધા આવે છે પછી કોઈ ભાવ પૂછતું નથી તેવા કટાક્ષ ગ્રામજનો કરી રહ્યા છેે. - ધંધુસર (તા. ખંભાળિયા)

ચૂંટણી ચર્ચા સાથે રાજકીય ગરમાવો
લોકોમાં ચૂંટણીની ચર્ચાઓ પુરજોશમાં શરૂ થઈ છે. ખેતીમાં સિંચાઈનાે પ્રશ્ન છે. ધીમે ધીમે રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે. - નાના વાગુદળ (તા. ધ્રોલ)

અન્ય સમાચારો પણ છે...