તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:નિકાવા ગામે ગળાફાંસો ખાઈ યુવાને જિંદગીનો અંત આણ્યો

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જામજોધપુરના ધુનડામાં દાઢના દુ:ખાવાથી કંટાળી વૃદ્ધનું અગ્નિસ્નાન

જામનગર શહેર જિલ્લામાં આપઘાત અપમૃત્યુંના જુદા-જુદા ચાર બનાવો નોંધાયા છે. જેમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામે યુવાને ગળાફાસો ખાઇ અને જામજોધપુર તાલુકાના ધુનડા ગામે એકલવાયા અને દાઢના દુ:ખાવાથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકથી 17 કિ.મી. દૂર આવેલા નિકાવા ગામે રહેતા વિવેકભાઇ જમનભાઇ વાદી (ઉ.વ.23) નામના યુવાને કોઇપણ કારણસર ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દરમ્યાન બેશુદ્ધ હાલતમાં આ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જયારે જામજોધપુર તાલુકાના ધુનડા ગામે રહેતા ઓધવજીભાઇ રણછોડભાઇ તેરૈયા (ઉ.વ.80)નામના વૃધ્ધએ ગઇકાલે સવારના દસ વાગ્યા પહેલા પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઇએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો કબ્જો સંભાળ્યો હતો. એકલવાયું જીવન જીવતા વૃદ્ધને અવાર-નવાર દાઢનો દુ:ખાવો ઉપડતા તેમણે કંટાળી આ પગલુ ભરી લીધો હોવાનું પુત્રએ પોલીસમાં જાહેર કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો