• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In The Vicinity Of Jagat Mandir Dwarkadhish, Sharad Purni Was Celebrated With Great Fanfare, Priests And Devotees Played Garba In The Temple.

શરદ પૂનમ:જગત મંદિર દ્વારકાધીશના સાનિધ્યમાં શરદ પૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ, મંદિરમાં પૂજારી તેમજ ભાવિક ભક્તો ગરબા રમ્યાં

જામનગર2 મહિનો પહેલા
  • દ્વારકાધીશને સફેદ કલરના વસ્ત્રો સાથે સોના, ચાંદી, હિરા મોતીના અલંકારો પરીધાન કરાવી, કુંડલા ભોગ ધરાવવામાં આવ્યો
  • ગુજરાતી વર્ષની અંતિમ પૂનમ હોવાથી દ્વારકા મંદિરે અનેક ભક્તો આવી પહોંચ્યાં

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં શરદ પૂર્ણીમાં નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરે કાળિયા ઠાકોરને સફેદ કલરના વસ્ત્રો સાથે સોના, ચાંદી, હિરા મોતીના અલંકારો પરીધાન કરાવી, સાંજે કુંડલા ભોગ ધરાવવામાં આવ્યો હતો.

મંદિરમાં શરદ પુનમની પરંપરાગત ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી. નિજ મંદિરમાં આવેલા ભોગ ભંડારના પટાંગણમાં પુજારી તેમજ પુજારી પરીવાર દ્વારા સાંજે 8.00 થી 9.45 વાગ્યા સુધી રાસોત્સવનું સરકારની ગાઇડ લાઇન તેમજ દેવસ્થાન સમિતીના નિયમ મુંજબનું પાલન કરી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.

ઠાકોરજીના બાલસ્વરૂપને પટાગણમાં પધરાવી શ્રીજીના ધાર્મિક ગીતો સાથે પુજારી પરીવાર તેમજ ભાવિક ભક્તોએ મંદિરમાં રાસ રમી ભરપુર આનંદ માણ્યો હતો. દ્વારકાધીશજીને શરદ પુનમ નિમીત્તે પુજારી દ્વારા ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

તેમજ ગુજરાતી વર્ષની અંતિમ પૂનમ એટલે કે શરદપૂનમ હોવાથી દ્વારકા મંદિર ખાતે અનેક ભક્તો આવી પહોંચ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન તથા પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભક્તોએ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મંદિરમાં દર્શન કર્યા હતા.

ગુજરાતી કેલેન્ડર વર્ષની અંતિમ પૂનમ હોવાથી જગત મંદિર દ્વારકાધિશના દર્શને વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડ્યાં હતા અને સવારે ચાર વાગ્યાથી જ ગોમતી ઘાટે સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈએ જણાવ્યું હતું કે, શરદ પૂનમના દિવસે વર્ષોથી પરંપરા મુજબ રાસોત્સવ ઉજવાય છે. દ્વારકાધીશના બાળ સ્વરૂપને દ્વારકાધીશના પટાંગણની અંદર જેમાં દ્વારકાધીશના પૂજારી પરિવાર અને ભાવિકો દ્વારકાધીશના બાળ સ્વરૂપની સન્મુખ રાસ લે છે. દ્વારકાધીશને સફેદ રંગના વાઘાઓ તેમજ ખાસ કરીને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવામાં આવે છે. જ્યારે મસ્તકના ભાગમાં મુગટ ધારણ કરવામાં આવ્યું હતું અને કંઠના ભાગમાં સુવર્ણ માળાઓ તેમજ રાત્રે દૂધ પૌવા સાકરનો ભોગ ધરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...