ઇનોવેશન ફેર:જોડિયામાં છાત્રોએ વેસ્ટમાંથી બેસ્ટ, જુદી-જુદી કૃતિ રજૂ કરી

હડિયાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાકક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર તાલીમ ભવનના પ્રાધ્યાપક વિજયભાઈ સુરેલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિધાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ અને જુદી-જુદી કૃતિ રજૂ કરી હતી.

જોડિયા તાલુકાની વિવિધ શાળાઓના ઇનોવેટીવ શિક્ષકો દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો કરવા તથા કઠિન બિંદુઓ અને સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ નવતર પ્રયોગો હાથ ધરાયા હતાં. જેને હડિયાણા કન્યા શાળાના દેવાંગીબેન બારીયા તથા નેસડા પ્રાથમિક શાળાના રમેશચંદ્ર ધમસાણીયા અને યોગેશ ભેંસદડિયા દ્વારા માઇક્રોસોફ્ટ ટિમ્સના માધ્યમથી રજૂ કર્યા હતા. ઇનોવેશન ફેરમાં તાલુકાની શાળાના શિક્ષકો, આચાર્ય, સીઆરસી કો. ઓ. જોડાયા હતા અને નવતર પ્રવૃત્તિઓ નિહાળી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી હતી. મૂલ્યાંકન સમિતિ દ્વારા નવતર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...