તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોત્સવ:જામનગર શહેરની ગલીઓમાં અને એપાર્ટમેન્ટની નીચે બાળકો દ્વારા એકબીજાને રંગી ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

જામનગરએક મહિનો પહેલા
 • બાળકો એકબીજા પર પિચકારી ઉડાડી અને કલર છાંટી ધૂળેટી પર્વની મોજ માણી
 • શહેરના મુખ્ય માર્ગો પર તંત્રની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન

જ્યારે હોળી ધુળેટી કોરોના કારણે શહેરમાં આ વખતે ફિક્કી પડી છે ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ 28 અને 29 માર્ચના રોજ શહેરમાં તમામ પ્રકારની જાહેર ઉજવણી પર્વ નિમિત્તે કરી શકાશે નહીં તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

બાળકો દ્વારા ધુળેટી ની ઉજવણી
બાળકો દ્વારા ધુળેટી ની ઉજવણી

જ્યારે શહેરની ગલીઓમાં અને પોતાના રહેણાંક મકાન પાસે અને એપાર્ટમેન્ટ નીચે બાળકો દ્વારા એકબીજાને રંગી ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે.

રાજ્ય સહિત જામનગરમાં થોડા દિવસોથી કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પાર્ટી પ્લોટ સ્વિમિંગ પૂલ સહિતના જાહેર સ્થળો પણ ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે ધુળેટી તહેવાર ઉજવવા માટે શહેરની ગલીઓમાં અને પોતાના રહેણાંક મકાન પાસે અને એપાર્ટમેન્ટ નીચે બાળકો દ્વારા એકબીજાને રંગોળી અને પિચકારી ઉડાડી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ધુળેટી ભરવાનું અલગ-અલગ રંગો અને કલર વાળા પાણીની પીચકારીઓ સાથે બાળકોએ તેમજ પરિવારે એકબીજા ઉપર રંગો આંટી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી હતી

અને બાળકોએ ધુળેટી પર્વનું મુરત સાચવી લીધું હોય તેમ ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી બાજુ શહેરના મુખ્ય માર્ગો પર તંત્રની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન થઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો