સેમિનાર:સમાજમાં દીકરીએ કેવી રીતે જીવન જીવવું, સામાજીક પ્રથાઓ, મુશ્કેલીઓ સામે લડવા સહિતનું જ્ઞાન અપાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં જૈન કન્યા વિદ્યાલયમાં સ્માર્ટ ગર્લ પ્રોજેકટ સેમિનાર યોજાયો : મોટી સંખ્યામાં છાત્રો જોડાઇ

જામનગર શહેરમાં 45 દિગ્વિજય પ્લોટમાં આવેલ જૈન કન્યા વિદ્યાલયમાં તા. 15 થી 16ના ભારતીય જૈન સંગઠન જામનગર સીટી ચેપ્ટર દ્વારા આયાેજીત સ્માર્ટ ગર્લ પ્રોજેકટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં હાલના સમાજમાં દિકરીએ કેવી રીતે જીવન જીવવું, કઇ રીતે સામાજીક પ્રથાઓ, મુશ્કેલીઓ સામે લડી ઉંચાઇના શિખરો સર કેમ કરવા તે અંગેનું જ્ઞાન રાજકોટથી આવેલ ટ્રેઇનર કાજલબેન હરીયાએ બે દિવસ સુધી માહિતી આપી હતી.

જેમાં શાળાની બાળાઓ, વાલીઓ અને શાળા પરીવાર તથા કમિટી મેમ્બર્સ, ટ્રસ્ટીગણ તેમજ બીજેએસના કાર્યકરોને સ્માર્ટ ગર્લ વિશેની માહિતી પુરી પાડવામાં આવી હતી અને પ્રણામી હાઇસ્કૂલના આચાર્ય જગદીશભાઇ ગોધાણી ઉપસ્થિત રહી દિપ પ્રાગટય કર્યુ હતું.

શહેરમાં આવેલ જૈન કન્યા વિદ્યાલયમાં સ્માર્ટ ગર્લ પ્રોજેકટ સેમિનારમાં શાળાના ટ્રસ્ટી હિમતલાલ કે. શાહ, શાળાના કમિટી મેમ્બર કલાબેન શાહ, સુર્યાબેન શાહ, આચાર્ય હિનાબેન હરીયા, શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

આ ઉપરાંત જૈન સંગઠનના જામનગર ડિસ્ટ્રિકટ ઇઓજી હેડ આદેશભાઇ મહેતા, સંગઠનના પ્રમુખ જીજ્ઞેશભાઇ શાહ, ઉપપ્રમુખ સમીરભાઇ મહેતા, વિશ્વાસભાઇ શેઠ, દર્શનભાઇ શાહ, પ્રદિપભાઇ શાહ, તેજસભાઇ, હિતેશભાઇ મહેતા સેમિનારમાં 2 દિવસ સતત ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સંચાલન કલાબેન શાહ, હીનાબેન હરીયા, શિક્ષિકા બહેનો અને સંગઠનના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી દેવચંદભાઇ, પાનાચંદભાઇ, મનીષભાઇ, વિજેશભાઇ તથા અશોકભાઇએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...