અધિકારીઓમાં દોડધામ:સેવા સેતુ કાર્યક્રમમાં કોંગી નગરસેવિકા માઇકમાં બોલ્યા, કામ જ ક્યાં થાય છે ?

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઉનહોલમાં વોર્ડ 4 થી 6ના લોકો માટે કાર્યક્રમ યોજાયો, અધિકારીઓમાં દોડધામ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શનિવારે શહેરના ટાઉનહોલમાં વોર્ડ નં.4 થી 6 માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સવારે 11 થી 4 સુધીના આ કાર્યક્રમમાં આવકના, જાતિના દાખલા, વિધવા, વૃદ્ધ, નિરાધાર, પેન્શન, રાશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અન્વયેની કામગીરીની જુદી-જુદી સેવાઓ લોકોને એક જ સ્થળેથી મળી હતી.

સેવાસેતુ કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા ટાઉનહોલમાં માઈક લઈને ફર્યા હતાં અને કેટલીક કામગીરી નહીં થતી હોવા અંગે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...