દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ શિરદર્દ સમાન બન્યો છે.જેમાં મોટા પ્રમાણમાં પશુપાલકો તેની ગાય વગેરેને સવાર-સાંજ દૂધ દોહીને કાઢી મુકતા હોય છે.જેથી માલિકીના આવા પશુઓના કારણે પણ રખડતા ઢોરનો ત્રાસ થાય છે. જેની સામે પશુપાલન તંત્ર હજુ કુંભકર્ણની સ્થિતિમાં હોય, પશુ પાલકોએ તેમની માલિકીના ઢોરના કાનમાં નંબર વાળો ટેગ મારવો ફરજિયાત હોય છે. પરંતુ આવું કંઇ કરવામાં ના આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
રખડતા ઢોર ટેગ વાળા હોય તો પ્રસુતિ થઈને રસ્તામાં પડ્યા હોય અથવા બીમાર કે જ્યાં ત્યાં પડ્યા હોય તો ટેગ ઉપરથી તેના માલિકીની ખબર પડે અને પગલાં લઈ શકાય અને માલિકી વગરની રખડુ અને માલિકી વાળી ગાય કઈ છે તે ખબર પડે તેમ હોય આથી ઉપરોકત બાબતે તાકીદે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.