• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In The Pink Cold Of Winter, People Of Jamnagar Are Enjoying Drinking Ayurveda Kavo. Fun, Protection Against Cold And Staying Healthy Is Very Beneficial.

કાઠિયાવાડી કાવો:શિયાળાની ગુલાબી ઠંડીમાં જામનગરવાસીઓ આયુર્વેદ કાવો પીવાની માણી રહ્યા છે મજા, ઠંડી સામે રક્ષણ મેળવવા અને સ્વસ્થ રહેવા કાવો ખુબ ફાયદાકારક

જામનગર22 દિવસ પહેલા
  • કાઠિયાવાડી કાવો કાવો બનાવવા 20થી વધુ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે
  • શિયાળામાં ખાસ કરીને શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે

શિયાળાની ગુલાબી ઠંડીની હાલ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ કાવો પીવાનું વધુ પસંદ કરે છે.

જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો રાત્રિના સમયે શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા માટે કાવો પીવા પરિવાર સાથે બહાર નીકળે છે. ત્યારે જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી રજવાડી કાવો મળે છે. જ્યા અનેક લોકો શિયાળાના સમયે કાવાનું ઠંડી સામે રક્ષણ મેળવવા પીવે છે અને ઠંડીથી રાહત મેળવે છે.

ઠંડીની હાલ શરૂઆત થઈ રહી છે ત્યારે લોકો આયુર્વેદ અને દેશી ઓસડીયા તરફ ફર્યા છે. ત્યારે કાઠીયાવાડી કાવો ઠંડી સામે રક્ષણ આપે છે અને લોકો પીવાનું અતિપ્રિય પસંદ કરે છે.કાઠિયાવાડી કાવો ઠંડીમાં લોકો રોજ પીવે છે. જે આયુર્વેદિક ઓસડીયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાવો શિયાળાની ગુલાબી ઠંડી અને કોરોનાના સમય માટે લાભદાયક છે. વડીલો, યુવાનો અને બાળકોમાં તમામ લોકોમાં કાવો પ્રચલિત છે.

જામનગરમાં શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીક્સ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા રોગ માટે કાવો ઘણો ફાયદાકારક ગણવામાં આવે છે. આ કાવામાં 20 જેટલા આયુર્વેદીક મસાલા જેમાં બુંદદાણા, આદુરસ, સંચર, સુંઠ પાવડર વગેરેથી ઉકાળીને તેને લીંબુ મસાલા સાથે મીક્સ કરીને બનાવવામાં આવે છે.વર્ષોથી કાઠિયાવાડી કાવો બનાવનારાએ જણાવ્યું હતું કે, જામનગરમાં હાલ તેમનો આ હાલાર કાઠિયાવાડી કાવો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે અને વડીલો, બાળકો સાથે યુવાનો પણ આ કાવો પીએ છે અને સુરક્ષિત રહે છે. આ કાવામાં અનેક આયુર્વેદિક ઓષધિઓનો ઉપયોગ થયો છે, જે શરીર માટે ખૂબ ઉપયોગી બની રહે છે. આયુર્વેદિક કાવામાં 20થી વધારે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને બુંદ દાણા, લીંડી પીપર, પીપળી મુળ, આદુ, લીંબુ, મરી પાવડર, સંચર પાવડર, સુઠ પાવડર અને મસાલાથી ભરપૂર ગરમ કાવો બનાવવામાં આવે છે. એવું વર્ષો થયા કાવા બનાવનાર પ્રખ્યાત જામનગરના રજવાડી કાવા બનાવનારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...