તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં અત્યાર સુધી કુલ 49 ટકા વરસાદ:સવારે દ્વારકામાં દોઢ ઇંચ અને કચ્છના અબડાસામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • વલસાડમાં 69 ટકા તો સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં 30 જેટલો નોંધાયો

રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં ગુરુવારે દ્વારકા પંથકમાં સારા વરસાદને પગલે રાજ્યમાં કુલ 49 ટકા વરસાદ પડયો હતો.સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં 69 ટકા તો સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં 30 જેટલો નોંધાયો છે.

દેવભુમી દ્વારકામાં સવારે 10 થી 12 વાગ્યાના સમયગાળામાં એક ઇંચથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકામાં 30મીમી વરસાદ પડયો હતો.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં અત્યાર સુધી મોસમનો કુલ 56 ટકા વરસાદ , સૌરાષ્ટ્ર ઝોનમાં 48 ટકા, મધ્ય ગુજરાત ઝોનમાં 44 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી ઓછો 38 ટકા વરસાદ નોંધાયો છે.જેમાં અરવલ્લીમાં સૌથી ઓછો 30ટકા અનેતેમાંય ભિલોડા તાલુકામાં તો 19 ટકા , તો ગાંધીનગરના દહેગામમાં 21 ટકા જ વરસાદ પડયો છે.

રાજ્યમાં જુનમાં 120 મીમી, જુલાઇમાં 176 મીમી અને ઓગષ્ટમાં માત્ર 65 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં સારો વરસાદ પડતાં રાજ્યભરમાં સપ્ટેમ્બરમાં સરેરાશ કુલ 50મીમી જેટલો નોંધપાત્ર વરસાદ પડયો છે.

શુક્રવારે સવારે આઠ થી દસ વાગ્યા એટલેકે બે કલાકના સમગાળામાં કચ્છના અબડાસામાં અડધા ઇંચથી વધુ 17મીમી વરસાદ પડયો હતો. જયારે આણંદ જિલ્લાના પેટલાદમાં સવારે 10 થી 12 વાગ્યા સુધી10 મીમી વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...