જામનગરમાં મેઘો મહેરબાન:છેલ્લા 48 કલાકમાં અડધાથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો, ખેડૂતો રાજીના રેડ

જામનગર3 મહિનો પહેલા
  • જોડિયામાં આજે બપોર સુધીમાં વધુ સવા ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં અડધા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જામનગરમાં તાલુકા વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ છેલ્લા બે દિવસથી વરસી રહેલો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જોડિયા તાલુકાના બાલંભામાં ત્રણ ઇંચ, પિઠડમાં પોણા બે ઇંચ, ધ્રોલના લતિપુરમાં સવા ઇંચ તેમજ જામજોધપુરના વાસજાળિયા, ધ્રાફા, પરડવા, શેઠવડાળા અને વસઇમાં એક-એક ઇંચ વરસાદ વરસયો હતો.

એનડીઆરએફની ટીમ તૈનાત
હવામાન વિભાગની આગાહીના પગલે આગામી દિવસોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસે તો તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી થઈ શકે તે હેતુથી એનડીઆરએફની એક ટુકડી જરૂરી સાધન સામગ્રી સાથે જામનગર અને એક ટુકડી દ્વારકા જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મુકેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર ફાયર સ્ટેશને અને એક કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

શેરીઓમાં પાણી ફરી વળ્યા
જામનગરમાં શનિ-રવિ પછી આજે સોમવારે સચરાચર મેઘકૃપા જોવા મળી હતી. વરસાદના પરિણામે ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યા હતાં. ભારે વરસાદને પરિણામે કેટલાંક વિસ્તારોમાં માર્ગો પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. આજે સવારે 6થી 12 દરમિયાન કાલાવડ તાલુકામાં 10 મિમી, જામજોધપુરમાં 2 મિમી, જામનગર શહેરમાં 6 મિમી, જોડિયામાં 35 મિમી અને ધ્રોલમાં 16 મિમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 48 કલાકના વરસાદના આંકડા
જામનગર શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ મુકામ કર્યો છે. શનિવાર તથા રવિવાર દરમિયાન છેલ્લા 48 કલાકમાં કાલાવડ તાલુકામાં 11 મિમી, જામજોધપુરમાં 11 મિમી, જામનગર શહેરમાં 16 મિમી, જોડિયામાં 33 મિમી, ધ્રોલમાં 25 મિમી તથા લાલપુરમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. તાલુકાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જામનગર શહેર-જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કાલાવડમાં અડધો ઇંચ, જોડિયામાં સવા ઇંચ, ધ્રોલમાં પોણો ઇંચ તેમજ જામનગર તથા જામજોધપુરમાં વરસાદી ઝાપટા રહ્યાં હતાં.

પીઠડ-બાલંભામાં દોઢથી ત્રણ ઈંચ વર્ષા
જામનગર ગ્રામ્યમાં પણ રવિવારે વરસેલા મેઘરાજાએ રાત્રી સુધી મુકામ કર્યો હતો જેમાં સોમવારે સવારે પુરાથ તા છેલ્લા ચોવીસ કલાક સુધીમાં વસઇમાં 25 મીમી, ફલ્લામાં 16 મીમી, હડીયાણામાં 17 મીમી તેમજ બાલંભામાં 80 મીમી, પીઠડમાં 45 મીમી, લતીપુરમાં 35 મીમી, જાલીયા દેવાણીમાં 20 મીમી, ખરેડી અને મોટા પાંચદેવડામાં 20-20 મીમી તેમજ શેઠ વડાળામાં 25 મીમી, વાંસજાળીયામાં 28 મીમી, ધ્રાફામાં 25 મીમી, પરડવામાં 22 મીમી તેમજ અન્યત્ર ઝાપટાથી અડધો ઇંચ પાણી વરસ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...