તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોનાકાળમાં વહીવટી તંત્રની નિષ્ફળતા સામે હાઈકોર્ટમાં ધા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ.નં.12ના કોર્પોરેટરે હાઇકોર્ટના ચીફ જસ્ટીસને રજૂઆત કરી

જામનગરમાં કોરોનાકાળમાં વહીવટી તંત્રની નિષ્ફળતા સામે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટરે હાઈકોર્ટમાં ધા કરી આદેશ કરવા માંગણી કરી છે.કોરોનાની બીજી લહેરમાં નિષ્ફળતા અને બેદરકારીનો અનેક લોકોએ સાક્ષાત અનુભવ કર્યો હાલ જામનગરમાં બેદરકારીના હિસાબે મૃત્યુ દર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજના મૃત્યુના આંકડાઓ જે બહાર પડે છે. તે થરથરાવી નાખે છે. જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલમાં 1900 ઉપરાંતના દર્દીઓથી હોસ્પિટલ ફૂલ થઇ ગયેલ છે.

ઉપરાંત અન્ય હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટર ચાલુ કરી ત્યાં પણ સારવાર આપવામાં આવી રહી છે. છતા હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગેલ છે. તે દર્શાવે છે કે વહીવટી તંત્ર કોરોનાની મહામારીમાં પગલા લેવામાં નિષ્ફળ ગયેલ છે. ઘણા કિસ્સાઓમાં એમ્બ્યુલન્સોમાં જ દર્દી મૃત્યુ પામે છે. જામનગર શહેરના બે હૈયાત સ્મશાનો અને નાઘેડી ખાતે ત્રીજું સ્મશાન શરૂ કરવું પડેલ છે. આમ ત્રણ સ્મશાન હોવા છતા મૃત્યુદર ખૂબ જ ઉંચો રહે છે. પણ લાંબુ વેઇટીંગ રહેતું હોય તે દર્શાવે છે કે, કોરોનાના હિસાબે મૃત્યુ દર કેટલો ઉંચો છે. આમ છતા વહીવટી તંત્ર સબસલામત પીપોળી વગાડી રાખે છે.

વધુમાં અલ્તાફ ખફીએ જણાવ્યું કે, શહેરોની હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ ઉપરાંત કોરોનાના દર્દીઓને ઘરે રહેવા સુચના આપવામાં આવે છે.દરેકના ઘરે પુરતી મેડીકલ સાધનો હોય તેવું સ્વભાવિક ના હોય. આથી છેવટે ઇમરજન્સીના કિસ્સાઓમાં જે તે હોસ્પિટલ હાથ ઉંચા કરી દેતા. નાછુટકે આવા દર્દીઓની વહીવટી તંત્રના બેદરકારીના હિસાબે કાતો મોંઘી સારવાર કરાવવી પડે છે તો અમુક કિસ્સાઓમાં મોત પણ થાય છે, જે માટે વહીવટી તંત્રની નિષ્ફળતા જ જવાબદાર છે. માટે હાઈકોર્ટે સંજ્ઞાન લઈ આદેશ કરવા વિનંતી કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...