• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In The General Meeting Of Jamnagar Manpa, The Opposition Called For A Clean Up After The Floods, Claiming That The System Was 80 Per Cent Complete.

વિપક્ષનો વિરોધ:જામનગર મનપાની સામાન્ય સભામાં વિપક્ષે પૂર બાદ સફાઈના પ્રશ્ને તડાપીટ બોલાવી, તંત્રએ 80 ટકા કામગીરી પૂર્ણ થયાનો દાવો કર્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ શાખામાં કથિત ભ્રષ્ટાચાર મામલે વિપક્ષી કોર્પોરેટરે આંખે પાટા બાંધી નવતર વિરોધ કર્યો

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં પૂરની સ્થિતિ બાદ સફાઈ મામલે વિપક્ષે તડાપીટ બોલાવી હતી. પૂર આવ્યાને આઠ દિવસ વિતી ગયા બાદ પણ શહેરના કેટલાક વોર્ડમાં યોગ્ય સફાઈ ના થઈ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. સાથે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યકત કરી હતી. તો બીજી તરફ તંત્રએ શહેરમાં 80 ટકા સફાઈ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો.

જામનગરમાં જે કુદરતી આફત આવી હતી જેના કારણે ખાસ કરીને વોર્ડ નંબર 11,12,16, વધુ અસર કરી હતી. આ વિસ્તારમાં આટલું બધુ પાણી એકસાથે કઈ રીતે આવ્યું તેને લઈ વિપક્ષે સવાલ કર્યો હતો સાથે બેદરકાર રહેલા અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.પૂર આવ્યાને આઠ દિવસ બાદ પણ કેટલાક વિસ્તારમાં સફાઈ કામગીરી ના થઈ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.

જ્યારે બીજીબાજુ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એવો આક્ષેપ કર્યો હતો કે ટેક્ષ શાખામાં કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે તે અંગે તાત્કાલિક અસરથી તપાસ કરાવો. જ્યારે રચનાબેન નંદાણીયાએ આંખે પાટા બાંધીને નવતર વિરોધ કર્યો હતો. તો મેયરે કહ્યું હતું કે, આ મામલે તપાસ કમિટી નિમવામા આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...