તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In The General Meeting Of Jamnagar District Panchayat, Only A Member Of The Ruling Party Said, 'Our Work Is Not Done, How To Go To The Area?'

બળાપો:જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસકપક્ષના સભ્ય જ બોલ્યા, 'અમારા કામો થતા નથી, વિસ્તારમાં કઈ રીતે જવું?'

જામનગર16 દિવસ પહેલા
  • શાસકપક્ષના સભ્યએ જ બળાપો કાઢતા સામાન્ય સભામાં સોંપો પડી ગયો

જામનગર જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં શાસકપક્ષના સભ્યએ જ પોતાના કામો ના થતા હોવાનો બળાપો કાઢતા સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો.

હસમુખભાઈ કણજારીયા, શાસકપક્ષના સભ્યો જીલ્લા પંચાયત
હસમુખભાઈ કણજારીયા, શાસકપક્ષના સભ્યો જીલ્લા પંચાયત

અધ્યક્ષે કહ્યું હતું કે, સ્ટાફ ઓછો હોવાથી કામમાં મોડું થયું છે, તમામના કામો થઈ જશે.

જામનગર જિલ્લા પંચાયતની આજે સામાન્ય મળેલી સામાન્ય સભામાં ખુદ શાસક પક્ષના સભ્ય હસમુખભાઈ કણઝારિયાએ પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાની રજૂઆત કરી બળાપો કાઢ્યો હતો. સભ્યએ કહ્યું હતું કે, 'અમારે અમારા વિસ્તારમાં જવું કેમ?' સામાન્ય સભામાં સામાન્ય રીતે વિપક્ષના સભ્યો સવાલો ઉઠાવતા હોય છે. પરંતુ, કામ ના થતા હોવાનો બળાપો શાસકપક્ષના સભ્યએ કાઢતી સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો.

સભ્યના બળાપા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું હતું કે, હાલ સ્ટાફની ઘટ હોવાથી કામમાં થોડું મોડુ થયું છે. આગામી દિવસોમાં તમામ બાકી કામો પૂર્ણ થઈ જશે.

આ સામાન્ય સભામાં ચાલુ વર્ષના અંદાજપત્રમાં કરેલ જોગવાઈ મુજબ સિંચાઇ વિભાગ હસ્તકના ચેકડેમો-તળાવને રીપેરીંગ કરવા માટેના કુલ 56 કામો કે જેની કિંમત 2 લાખ થવા જાય છે તેમને સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...