જામનગર વકીલ મંડળની ચૂંટણી:જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં કાંટે કી ટક્કર થશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખજાનચી પદે નારણભાઇ ગઢવી બિનહરીફ
  • કારોબારીની 7 બેઠક માટે 12 ઉમેદવાર

જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં 6 હોદેદારો, 7 કારોબારી સભ્ય માટે 26 ફોર્મ ભરાયા હતાં. મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચાતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બે-બે ઉમેદવાર હોવાથી કાંટે કી ટકકર રહેશે. સહમંત્રી પદ માટે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ખજાનચી પદે નારણભાઇ ગઢવી બિનહરીફ થયા છે. કારોબારીની 7 બેઠક માટે 12 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામવાનો હોવાથી ઉત્તેજના વધી છે.

જામનગર બાર એસોસિ.ના આગામી વર્ષના સુત્રધારોની વરણી માટે શુક્રવારે મતદાન યોજાશે.જેમાં જામનગર વકીલ મંડળના 1100 સભ્ય-મતદારો મતદાન કરશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સોમવારે સાંજ સુધીમાં પ્રમુખ પદ માટે 2, ઉપપ્રમુખ પદ માટે 2, મંત્રી માટે 3, સહમંત્રી માટે 3, લાયબ્રેરી મંત્રી માટે 2, ખજાનચી માટે 2 અને કારોબારીની સાત બેઠક માટે 12 ફોર્મ ભરાયા હતાં.

મંગળવારે ફોર્મ પરત ખેંચાતા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં પ્રમુખપદ માટે બાર એસો.ના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ, ઉપપ્રમુખ પદ માટે અશોકભાઇ જોશી અને ભરતસિંહ જાડેજા, મંત્રી માટે મનોજભાઇ ઝવેરી, કિશોરસિંહ ઝાલા, ગીરીશભાઇ સરવૈયા, સહમંત્રી માટે અશરફઅલી ઘોરી, જાગૃતિબેન જોગડિયા, વનરાજસિંહ ચુડાસમા, લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ, માજોઠી એઝાઝ મેદાનમાં છે.

ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે. કારોબારી સભ્યોની 7 બેઠક માટે ઠાકર મૃગેનભાઇ, ભાલારા દિપકભાઇ, કે.કે.વિસરિયા, મિતુલ હરવરા, હોરિયા સચીનભાઇ, ગચ્છર દિપકભાઇ, સફિયા અહમદભાઇ, કંચવા રધુવીરસિંહ, શૈલેષભાઇ સોલંકી, મણીયાર નયનભાઇ, પોપટ મોહીનીબેન, પરેશભાઇ ગણાત્રા મેદાનમાં છે.

અન્ય સમાચારો પણ છે...