જામનગરમાં ડીકેવી સર્કલ પાસે મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન માટે દાદા દાદી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ બગીચામાં દિવસભર યુવાનો પડયા પાર્થયા રહેતા હોય ગાર્ડનમાં આવતા સિનિયર સીટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા વયોવૃધ્ધ લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
જામનગરમાં ડીકેવી સર્કલ નજીક વિરલ બાગની પાછળ મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ દાદા દાદી ગાર્ડન બનાવામાં આવ્યું છે. જેમાં હીચકા અને બાકડા મૂકવામાં આવ્યા છે. ગાર્ડનમાં સવારથી લઇને સાંજ સુધી યુવાનો પડયા પાર્થયા રહેતા હોય બગીચામાં આવતા સિનિયર સિટીઝનોને બેસવાની જગ્યા પણ મળતી નથી.
આથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાર્ડનની ઉપર અને બહાર ફક્ત સિનિયર સિટીઝન માટે અને અને પાંચ વર્ષની સુધીના બાળકો માટેનું બોર્ડ માર્યું હોવા છતાં બગીચામાં યુવાક યુવતીઓ અડીંગો જમાવીને બેસે છે. છતાં તંત્ર દ્વારા કોઈ નગર પગલા લેવામાં આવી રહ્યા નથી તેવી લાગણી લોકોમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.