તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામનગર શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામા આવી

જામનગરએક મહિનો પહેલા
  • તંત્ર દ્વારા 18 લોકોની ટીમ દ્વારા મુખ્યમાર્ગો પરથી ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ

જામનગર શહેરમાં મોટાભાગના જાહેર માર્ગો પર રખડતાં ભટકતાં ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે ત્યારે તંત્ર દ્વારા 30 રોજમદારો દ્વારા માર્ગો પર રહેલા પશુઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરના મુખ્ય માર્ગ પર રખડતા ભટકતા ઢોરો ને હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

શહેરના મુખ્ય માર્ગ શરૂ કરી ઢોર પકડવાની કામગીરી જેમાં પંચેશ્વર ટાવર રોડ, અપના બજાર, ટાઉન હોલ, પવન ચક્કી ,સાત રસ્તા, ઈન્દિરા માર્ગ, લીમડા લાઈન ,રામેશ્વર નગર, સહિતના શહેર માં અનેક વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કમિશનર વિજય ખરાડી ની કડક સુચના મુજબ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશમાં પોલીસને સાથે રાખીને કામગીરી કરાઈ રહી છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે જામનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ શાખાના 4 એસ.એસ.આઈ 2 એસ.આઈ અને ઢોર પકડવા માટે 18 જણની ટીમો બનાવાઇ છે અને કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યાર ઢોર પકડવા ની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તેવું સોલિડવેસ્ટ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...