હુમલો:શહેરમાં મામાએ પુત્રો સાથે મળી ભાણેજ પર કર્યો હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં સાંઢીયા પુલ પાસે એક યુવાન પર તેનાજ મામા તેના અન્ય બે પુત્રો સાથે મળી હુમલો કરી ઈજા પહોચાડી ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં જનતા ફાટક પાસે જેકુરબેન સ્કુલ પાસે રહેતા અને અભ્યાસ કરતા રામદેવભાઇ દિપકભાઇ ચાવડા બે દિવસ પૂર્વે બપોરે બે વાગ્યા આસપાસ પોતાનું મોટરસાયકલ લઇ પશુઓ માટે લીલું લેવા માટે સાંઢીયા પુલ પાસે જતા હતા. ત્યારે ન્યારા પેટ્રોલ પંપ પાસે ખુલ્લા પ્લોટમાં યુવાનનામાં જામજોધપુર તાલુકાના બમથીયા ગામે રહેતા મામા વિક્રમભાઇ કેશુભાઇ કંડોરીયા તેના બે પુત્રો સાથે આવી પહોંચ્યા હતા.

પુત્રો દિનેશ અને કનુ સાથે આવેલ મામાએ ભાણેજ સામે વાણી વિલાસ કર્યો હતો. મામા અને તેના પુત્ર દિનેશે લોખંડના પાઇપ વડે તેમજ કનુએ છરી વડે હુમલો કરી શરીરે તથા પીઠમા તથા જમણા હાથમાં છરીના ધા મારી ઇજા પહોચાડી હતી. આરોપી પિતા પુત્રો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...