કોર્ટનો હુકમ:શહેરમાં ચેક પરત કેસમાં આરોપીને 3 મહિનાની સજા, 3 લાખની ચૂકવણીનો ચેક પરત ફર્યો હતો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંડની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ

જામનગરમાં ચેક રીટર્ન કેસમાં અદાલતે આરોપીને 3 મહિનાની સજા ફટકારી છે. રૂ.3 લાખની પરત ચૂકવણીનો ચેક પરત ફર્યો હતો. દંડની રકમ વળતર તરીકે ચૂકવવા અદાલતે આદેશ કર્યો છે. જામનગરના વેપારી ચિરાગ નવિનચંદ્ર હરીયા પાસેથી રૂ.3 લાખ કિરીટભાઈ ચમનલાલ મહેતાએ લઈ તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક ચિરાગભાઈએ બેંકમાં રજૂ કરતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા ચિરાગભાઈએ નોટીસ પાઠવી હતી.

આમ છતાં ચિરાગભાઇએ નોટિસની પણ દરકાર કરી ન હતી. આટલું જ નહીં નોટિસ બાદ પણ ઉછીના લીધેલા નાણાંની ચૂકવણી કરી ન હતી. આથી ચિરાગભાઇએ અદાલતમાં કિરીટભાઇ સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપી કિરીટભાઈ મહેતાને ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠરાવી ત્રણ મહિનાની કેદની સજા અને ચેકની રકમ રૂા. 3 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ફરિયાદીને વળતરપેટે ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો છે. જો દંડ ભરવામાં ન આવે તો વધુ 15 દિવસની સજાનો આદેશ પણ અદાલતે કરેલા હુકમમાં કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...