ધરણા:મુખ્યમંત્રી આવાસ યોજનામાં મેયરના ફ્લેટનો મામલો, કૉંગ્રેસે મેયર કાર્યાલય પાસે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

જામનગરએક વર્ષ પહેલા
  • કોંગ્રેસ દ્વારા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં રજૂઆત કરી

જામનગરના મેયર શહેરની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ધરાવતા હોવાનો ખુલાસો થયા બાદ આજે કૉંગ્રેસ દ્વારા મેયર કાર્યાલય પાસે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. કૉંગ્રેસે આક્ષેપ કરી કહ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના એ શહેરી ગરીબો માટે અને ઘરવિહોણા લોકો માટે છે. પરંતુ, મેયર પોશ વિસ્તારમાં બંગલો ધરાવતા હોવા છતા મુખ્યમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ મેળવ્યો છે.

મેયરે ગરીબોના હક પર તરાપ મારી-કૉંગ્રેસશહેર કૉંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન ઘરવિહોણા લોકો માટે અને શહેરી ગરીબો માટે છે. મેયર શહેરના પંચવટી વિસ્તારમાં બંગલો ધરાવે છે અને ત્યાં જ રહે છે. તેમ છતા મુખ્યમંત્રી આવાસ યોજનાની જોગવાઈ વિરુદ્ધ ફ્લેટ મેળવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે કૉંગ્રેસ દ્વારા મેયર કાર્યાલય બહાર ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.સાથે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં આ મામલે કાર્યવાહી કરવા માટે રજૂઆત પણ કરી છે.

હું કોર્પોરેટર પણ ના હતી ત્યારે મને મકાન લાગ્યું હતું- મેયર
જામનગર મનપાના મેયર બીનાબેન કોઠારીએ સમગ્ર મામલાને લઈ નિવેદન આપતા કહ્યું કે, હું જ્યારે કોર્પોરેટર પણ ના હતી ત્યારે મને મકાન લાગ્યું હતું. જેનો ઉલ્લેખ મેં મારા ચૂંટણીના સોગંદનામા સમયે પણ કરેલો છે. જે ફ્લેટ મેળવ્યો છે તે મેં નિયમ મુજબ જ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...