તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:શેરટ્રેડીંગના નામે કોલ કરી ઠગાઈ કેસમાં જામનગરના 1 સહિત 6 ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે ટ્રાન્ઝેકશનોના નાણા જમા કરાવવા બેંક ખાતાની વ્યવસ્થા

અમદાવાદમાં શેર ટ્રેડીંગમાં રસ ધરાવતા વ્યકિતઓને ટ્રેડીંગના નામે કોલ કરી છેતરપીંડી કરતી ગેંગને સાયબર ક્રાંઇમે પકડી પાડી હતી જે ગેંગમાં પોલીસે અમદાવાદમાં રહેતા જામનગરના લુટાવદરનો મુળ વતની સહિત અડધો ડઝન શખ્સોને સકંજામાં લીઘા હતા. પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં રહેતા જગદીશભાઇ સોમાભાઇ પટેલએ પોતાને ગત સપ્ટેમ્બર 20માં શેર ટ્રેડીંગના નામે લોભામણી સ્કીમ જણાવી રોકાણ માટે સમજાવી જુદા જુદા પ્લાન બતાવી જે પ્લાન મુજબ તેની પાસેથી રૂ.3.90 હજારની રકમ ભરાવી કોઇપણ પ્રોફિટ ન આપી અવાર નવાર ફોન કરતા કોઇ પ્રત્યુતર ન પાઠવીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરવા અંગે સાયબર ક્રાંઇમમાં ફરીયાદ નોંધાવાઇ હતી.

જે છેતરપીંડીની સાયબર ક્રાંઇમ ટીમે તપાસ શરૂ કરતા ટેકનીકલ પુરાવાના મેળવી સધન અભ્યાસ બાદ અમદાવાદના ગોતામાં દોઢ વર્ષથી ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કોલ સેન્ટરના માલિક વિવેક લક્ષ્મણભાઇ,અમદાવાદમાં રહેતો મુળ જામનગરના લુટાવદરનો વતના કરણસિંહ શરણસિંહ જાડેજા વગેરે છ શખ્સોને પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.3.40 લાખ રીકવર કરી સધન પુછપરછ હાથ ધરી છે.

પોલીસ પુછપરછમાં પકડાયેલા પૈકી જામનગર પંથકનો મુળ વતની આરોપી કરણસિંહ જાડેજા કોલ સેન્ટરમાં થતા ગેરકાયદે ટ્રાન્ઝેકશનોના નાણા જમા કરાવવા માટે બેન્ક એકાઉન્ટની વ્યવસ્થા કરતો હોવાનુ પણ ખુલ્યુ હતુ. જેના આધારે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો