સ્વાસ્થ્ય:ઉનાળામાં શરીરમાં પિત્ત વધવાથી ચામડીમાં પરસેવો જામ થઇ જતાં અળાઈઓ થાય છે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચહેરાે, ખભા, ગળાની પાછળના ભાગોમાં ફોડલીઓ થતાં ખંજવાળ આવે છે

ગરમીમાં મોટાભાગના લોકોને ચહેરા, ગળાની પાછળ, ખંભા તેમજ શરીરના અન્ય ભાગ પર નાની નાની ફોડલી થાય છે. જેના કારણે ખંજવાળ આવે છે. જેને આપણે અળાઈ તરીકે ઓળખીએ છીએ. અળાઈઓ થવી એ સામાન્ય વાત છે. ઉનાળા દરમ્યાન પિત્તવર્ધક આહાર વિહારના કારણે શરીરમાં પિત્તમાં થતો વધારો અળાઇ થવાનું મુખ્ય કારણ છે.

પિતના કારણે શરીરમાં વધુ માત્રામાં પરસેવો થાય છે. પરંતુ પરસેવો સંપૂર્ણપણે બહાર ન નીકળતા ચામડીની નીચે જમા છે. વળી, શરીરમાંથી પરસેવો બહાર કાઢતી નળી ખૂબ નાની હોય તે જામ થવાથી નળી નીચે પરસેવો જમા થાય છે. તેથી તે ઉપસી જતા ફોડલી થાય છે. જેથી ઉનાળામાં પિત્તવર્ધક આહાર ન લેવા જોઈએ. આમ તો અળાઇનો રોગ ખૂબ જ સામાન્ય છે. આથી વ્યવસ્થિત કાળજી રાખવામાં આવે તો થતો અટકાવી શકાય છે.

ચામડીની નીચે પરસેવો જમા થતાં શરીરમાં નિકળેલી અળાઈમાં ખંજવાળ આવે છે
શરીરમાં પરસેવો વધુ થઈ જતા તે ત્વચાની નીચે જમા થઈ જાય છે. અને તે ઉપસીને ફોડલી સ્વરૂપે દેખાય છે. સમય પસાર થતા વૃદ્ધિ થયેલા પિતમા કફનો ઉમેરો થવાથી ખંજવાળ આવવાની શરૂઆત થઇ છે.> ડોક્ટર સાગર ભીડે, ઇટ્રા.

ઉનાળામાં અથાણું, મરચું, કાળા મરી વગેરેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઇએ
ઉનાળામાં પિત્તવર્ધક આહાર જેવા કે અથાણા, મરચું, કાળા મરી, આદુ, અજમો, ફુદીનો વગેરેનો ઉપયોગ પ્રમાણસર કરવો જોઇએ . ઉનાળામાં બને ત્યાં સુધી સફેદ કપડાં પહેરવા જોઈએ અને દિવસમાં બે વખત સ્નાન કરવું જોઈએ. આ ઉપરાંત વળિયારી, કાળી દ્રાક્ષ, ધાણાનો સરબત પીવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...