રોગચાળો ફેલાવવાની દહેશત:સિક્કામાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યાં, રાહદારીઓને હાલાકી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના સિક્કા શહેરમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે. તેમ છતાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળે છે. તે અંગે યોગ્ય પગલાં લેવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
​​​​​​​ગટરના ગંદા પાણી રોડ ઉપર પ્રસરે છે
સિક્કા-સરમતના વોર્ડમાં સામાજિક કાર્યકર ઈસ્માઈલ નુરમામદ કમોરાએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, સિક્કામાં ભૂગર્ભ ગટરનું કામ નબળું થયું છે. ગટરના ગંદા પાણી બહાર નીકળે છે અને રોડ ઉપર પ્રસરે છે, પરિણામે રાહદારીઓને મુશ્કેલી પડે છે. તેમજ સિક્કામાં નિયમિત રીતે સફાઈ કામગીરી પણ થતી નથી. આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...