કાર્યવાહી:શંકરટેકરીમાં ઘોડીપાસા ખેલતા 5 ખેલંદા ઝબ્બે, 7 શખસ ફરાર

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામેલા જુગાર પર સીટી સી પોલીસની ટીમ ત્રાટકતા અફડા તફડી મચી
  • ​​​​​​​રૂ.67,200ની રોકડ,મોબાઇલ સહિત 1 લાખથી વધુની મત્તા કબજે

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં સીટી સી પોલીસે મોડી રાત્રે દરોડો પાડી ઘોડીપાસા વડે જુગાર રમતા પાંચ શખ્સોને દબોચી લીઘા હતા અને રૂ.67,200ની રોકડ,મોબાઇલ વગેરે સહિત રૂ. 99,800ની માલમતા કબજે કરી હતી.જયારે દરોડા વેળા સાત શખ્સો નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં સીટી સી ડિવીઝન પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસને શંકર ટેકરીમાં નવી નિશાળ પાછળ અમુક શખ્સો એકત્ર થઇ ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ડઝનેક શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે હાજી અબ્બાસ ખફી, કૌશીક પ્રવિણભાઇ ધંધુકીયા, અસલમ સતારભાઇ ઓડીયા, અલ્તાફ મામદભાઇ બકાલી અને મોઇનુદિન હબીબભાઇને પકડી પાડી રૂ.67,200ની રોકડ અને છ મોબાઇલ ફોન સહિત રૂ.99 હજારથી વધુની માલમતા કબજે કરી હતી.

આ દરોડા વેળા અન્ય અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમભાઇ ખફી, લાખા દલુ ધારાણી, સબીર ઉર્ફે સબલો અબ્બાસભાઇ ખફી, અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ,બસીર ઉર્ફે બસલો બાડો મુન્નો માટલીવાળો અને સાદીક કાસમ સંધી નાશી છુટયાનુ ખુલતા પોલીસે તમામ ફરાર આરોપીઓની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...