તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર તાલુકાના સચાણા ગામે રહેતા અને માછીમારી કરતા એક યુવાને ઘરે જ ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.કોઇ અગમ્ય કારણોસર પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર થયુ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર તાલુકાના સચાણા ગામે રહેતા અને માછીમારી કરતા સાદીક કરીમભાઇ જગા(કકલ) નામના બાવીશ વર્ષના યુવાને ગત તા.13ના રોજ સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરે લોખંડના એન્ગલમાં દોરી વડે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હતુ.
આ બનાવની મૃતકના પરીજન મહેબુબભાઇ જગા (કકલ)એ જાણ કરતા પંચ એ પોલીસની ટીમે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસે મૃતકના પરિજનનું નિવેદન નોંધ્યું છે. જ્યારે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં જામનગરમાં શંકર ટેકરીના વલ્લભનગરમાં વાલ્મીકી વાસમાં રહેતા રાજુભાઇ મોહનભાઇ નાઘેરા (ઉ.વ.40) નામના યુવાન દશ-બાર દિવથી હોસ્પીટલમાં દાખલ હતો જેની કિડની ફેઇલ થઇ હોવાથી તેની સારવાર ચાલુ હતી અને વારંવાર પેટમા઼ પાણી ભરાઇ જતુ હતુ. જે બિમારી સબબ સારવારમાં તેમનુ મૃત્યુ નિપજયુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.