તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સચાણામાં ધંધો ન ચાલવાના મામલે 2 પરિવારો બાખડ્યા

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

જામનગર નજીક સચાણા ગામમાં બુધવારે ધંધાખારમાં બે પાડોશી વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઝઘડો થયા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને બંને પક્ષોએ પોલીસમાં સામસામી ફરિયાદો નોંધાવી હતી. માછીમારીનો ધંધો બરાબર ન ચાલતો હોવાના મામલે ઝઘડો થયો હતો.

જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા મહમદ અયુબ કકલ નામના યુવાનના પત્ની સાથે બુધવારે બપોરે પાડોશી નઝીર તેમજ શબ્બીર, એજાઝ અને હાજરાબેન નામની વ્યક્તિઓ બોલાચાલી કરતા હોય મહંમદ વચ્ચે પડતા તેના માથામાં ધોકો ફટકારવામાં આવ્યો હતો જેથી તેણે ચારેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સામા પક્ષે નઝીર હુસેન યાસીન બશરે ફરિયાદ નોંધાવી છે કે, નઝીર અને મહંમદ અયુબ બંને માછીમારીનો વ્યવસાય કરે છે જેમાં મહંમદનો વ્યવસાય બરાબર ચાલતો ન હોય, ધંધાખારના કારણે બુધવારે મહંમદ, તેની પત્ની સમીમબાનુએ તેના પર પાઈપ-ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...