તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનામૂલ્યે ધો.1 માં પ્રવેશ:RTEમાં 509 શાળાની 2308 બેઠક સવા ત્રણ ગણા ફોર્મ ભરાયા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેર-જિલ્લામાં 1657 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખાનગી શાળામાં 651 બેઠક
  • શહેરની 113 ખાનગી શાળામાં પ્રવેશ માટે સૌથી વધુ 3240 ફોર્મનો સમાવેશ

રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી શાળાઓની 2308 બેઠક માટે સવા ત્રણ ગણા ફોર્મ ભરાયા છે. શહેરની 113 ખાનગી શાળામાં પ્રવેશ માટે સૌથી વધુ 3240 ફોર્મ ભરાયા છે. જામનગર શહેર-જિલ્લામાં 1657 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 651 બેઠક આરટીઇ હેઠળ પ્રવેશપાત્ર છે.

નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 25 જૂનથી શરૂ થઇ હતી. ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ મુદત 5 જુલાઇ હતી. જે અંતર્ગત જામનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળ આવતી 113 ખાનગી શાળાની આરટીઇની પ્રવેશપાત્ર 591 બેઠક પર કુલ 3240 ફોર્મ ભરાયા છે. જયારે જામનગર જિલ્લા પંચાયત હસ્તક આવતી 228 ખાનગી શાળામાં આરટીઇની પ્રવેશપાત્ર 1066 બેઠક માટે કુલ 2395 ફોર્મ ભરાયા છે.

​​​​​​​જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 168 ખાનગી શાળામાં આરટીઇની 651 બેઠક માટે કુલ 1832 ફોર્મ ભરાયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ કુલ 2308 બેઠકો માટે કુલ 7467 ફોર્મ ભરાતા બેઠકની સરખામણીએ સવા ત્રણ ગણા ફોર્મ ભરાયા છે. ઓનલાઇન ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...