જામનગરમાં પુનિતનગર વિસ્તારમાં ગરબીચોક ખાતે સોમવારે સાંજે એક શખ્સે ક્ષત્રિય યુવાન પર હુમલો કરી ઉંધી છરીના ઘા મારી મૂંઢ ઇજા પહોંચાડી, કારના કાચ તોડી નુકસાની પહોંચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરી ચકચાર જગાવી છે.બનાવના પગલે લોકો ભેગા થઇ ગયા હતાં.
જામનગરમાં પુનિતનગર વિસ્તારમાં શેરી નં.2માં ગરબીચોક ખાતે સોમવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે કાર લઇ પસાર થતાં નરેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા નામના યુવાન પર પિન્ટુ લાખાણી નામના શખ્સે હુમલો કરી ઉંધી છરીના બે ઘા સાથળ પર મારી તથા પગના નરાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીએ નરેન્દ્રસિંહની કારની ડ્રાઇવર સિટવાળો કાચ પથ્થર મારી તોડી નાંખ્યો હતો.
આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 323, 427, 504 અને જીપીએક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે આ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ પણ દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.