જામનગર શહેરના ગુલાબનગર ક્રિષ્ના પાર્કમાં ગઇકાલે રાતે જુની અદાવતનો ખાર રાખી મહિલાઓ અને પુરૂષો ધીંગાણે ચડયા હોય તેમ ધોકા-પાઇપ અને પાણીની ડોલ સાથે સામસામે બઘડાટી બોલાવતા ભારે ચકચાર જાગી છે.
જામનગરના ગુલાબનગર ક્રિષ્ના પાર્કમાં ગુરૂવારે રાત્રે 10 વાગ્યાના સુમારે બાજુમાં રહેતા બે પાડોશી વચ્ચે નજીવી બાબતે ડખ્ખો થતાં નાસભાગ મચી જવા પામી હતી અને ધોકા-પાઇપ અને પાણીની ડોલ જે હાથમાં આવ્યું તેની સાથે મારામારી પર ઉતરી આવ્યા હતાં.
જેમાં હબીબભાઇ, જુસાભાઇ, અકબરભાઇ અને રોશનબેન નામની મહિલાઓ સહિત ચારથી વધુને ઇજા થતાં હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતાં, બનાવની જાણ થતાં પોલીસે પુરતો બંદોબસ્ત હોસ્પિટલમાં ગોઠવી દીધો હતો, આ બનાવ અંગે કોઇએ વિડીયો ઉતારી લેતા તે સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે, પોલીસ ઇજાગ્રસ્તોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
એસટી પાસે યુવતી બબ્બે કટકા ગાળો બોલી
જામનગર શહેરના વાલ્કેશ્વરી કિષ્ના ટ્રાવેલ્સની બાજુમાં યુવતી અને યુવક બાઇક પર જતાં હતા ત્યારે દંપતિ અચાનક રોડ ક્રોસ કરતા બાઇક દંપતિ સાથે અથડાઇ ગયું હતું, જેમાં વાત વણસતા બન્ને સામ-સામે ગાળોની રમઝટો બોલાવતા લોકો ભેગા થઇ ગયા હતાં અને આ ઘટનાનાે કોઇ વાયરલ વિડીયો ઉતારી લેતા તે ભારે વાયરલ બન્યો છે.
જામનગર શહેરના વાલકેશ્વરીમાં આવેલા ક્રિષ્ના ટ્રાવેલ્સની બાજુમાં યુવક અને યુવતી બાઇકમાં જતાં અચાનક એક દંપતિ વચમાં આવી જતાં બાઇક તેમની સાથે અથડાઇ ગયું હતું જેમાં વાતાવરણ ઉગ્ર બનતા મહિલાઓ વચ્ચે ગાળોની રમઝટ અને હાથઅપાઇ થઇ હતી અને બનાવના પગલે રાહદારીઓના ટોળા ભેગા થઇ ગયા હતાં અને બન્નેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાનો વિડીયો ઉતારી લેતા તે ભારે વાયરલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.