મોત:નિકાવા ગામે ઝાડા-ઉલ્ટી થતાં પરિણીતાનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખીજડિયામાં તાવની બિમારી યુવાનનું મૃત્યુ નિપજયું
  • દરેડમાં ​​​​​​​લીફટનું ઉપરનું બટન દબાવી દેતા યુવાનનું મોત થયાનું ખૂલ્યું

જામનગર જિલ્લામાં રોગચાળાએ અજગરી ભરડો લેતા ઘેર ઘેર તાવ, ઝાડા-ઉલટીના કેસ જોવા મળી રહ્યા છે. કાલાવડના નીકાવામાં ગોરધનભાઇ વરસાણીની વાડીએ રહેતી ભાવનાબેન પ્રકાશસીંગ ઇન્દરલીંગ હિટલા (ઉ.વ.20, રે. મૂળ મધ્યપ્રદેશ)ને તા.1/10 ના રાત્રીના ઉલટી ઉબકા તથા ઝાડા થયા હતાં. જેના કારણે તેણીનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાલાવડના નપાણીયા ખીજડીયામાં રહેતા અને ખેતી કરતા શૈલેષભાઇ બાબુભાઇ ફળદુ (ઉ.વ.40)ને તા.2 ના બે દિવસથી તાવ આવતો હોય ઉધરસ તથા ઉલટી થતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ નિકાવા ગામે પહોંચતા તેને હ્દય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ નિપજયું હતું. દરેડ ગામે લીફટમાં કલર કામ કરતા યુનુસભાઇ અલારખાભાઇ ખીરા(ઉ.વ.57) લીફટ પર બેઠા હોય હાથ લંબાવી લીફટ નીચે કરવા જતા સ્વીચ દબાવતા લીફટનું ઉપરનું બટન દબાવી દેતા લીફટ ઉપર જતાં સાઇડના લોખંડના એંગલમાં મોઢાનો ભાગ ફસાઇ જતાં તેનું મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...