• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Navanag, Agriculture Minister Raghavji Patel Was Surrounded By Villagers, Had To Go Back To The Villa Without Giving A Speech As A Riot Started.

પડતર પ્રશ્ને ગ્રામજનો વિફર્યા:નવાનાગમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગ્રામલોકોએ ઘેર્યા, ભારે ધાંધલ-ધમાલ શરૂ થતા ભાષણ કર્યા વગર જ વિલા મોઢે પાછું જવું પડ્યું

જામનગર18 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો જીત મેળવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. તેમજ ઉમેદવારોએ પણ પોતાના મતવિસ્તારમાં જોરશોરથી પ્રયાર પ્રસાર તેજ કરી દીધો છે, પરંતુ કેટલાક ઉમેદવારોને પ્રચાર દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ જામનગરની ભાગોળે આવેલા નવાનાગના ગામમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સતવારા સમાજનું વર્ચસ્વ ધરાવતા નવાનાગમાં લોકોએ વિવિધ પ્રશ્ને રાઘવજી પટેલને ઘેરી લીધા હતા. ગામલોકોએ હલ્લાબોલ કરતા રાઘવજી પટેલને ભાષણ કર્યા વગર જ વિલા મોઢે પાછું જવું પડ્યું હતું.

ગામમાં ખાટલા બેઠકનું આયોજન કરાયું હતું
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં નવા નાગ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રચાર અર્થે ગયા હતા. જ્યાં ગામમાં ખાટલા બેઠકનું આયોજન હતું. જોકે, બેઠક યોજાય તે પહેલા જ ગામલોકોએ રાઘવજી પટેલનો ઘેરાવ કર્યો હતો. નવાગામના પડતર પ્રશ્નોની અનેક વખત રજૂઆત કરી હોવા છતાં નિકાલ ન આવતા ગ્રામજનો વિફર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારે ધાંધલ-ધમાલ શરૂ કરી દીધી હતી. ગામલોકોએ દેકારો બોલાવતા રાઘવજી પટેલે ગામલોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે, મામલો શાંત ન પડતા રાઘવજી પટેલ ભાષણ કર્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

દેકારો બોલતા કૃષિ મંત્રી ભાષણ કર્યા વગર જ ચાલ્યા ગયા
જામનગર ગ્રામ્ય વિસ્તાર નવા નાગના ગામમાં મોટા પ્રમાણમાં સતવારા સમાજના લોકો રહે છે. ભાજપથી અત્યારે સતવારા સમાજના લોકો નારાજ જોવા મળી રહ્યા છે. તે સમયે જ રાઘવજી પટેલ ગામમાં પ્રચાર કરવા ગયા હતા. ત્યારે સતવારા સમાજના લોકોએ રાઘવજી પટેલનો ઘેરાવ કરી દેકારો મચાવ્યો હતો. જેથી રાઘવજી પટેલ ભાષણ કર્યા વગર જ ચાલ્યા ગયા હતા.

રાઘવજી પટેલે ગામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો
જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને નવાનાગ ગામના લોકોએ અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી જોકે, તે કામ થયા ન હતા. જેથી ગતરાત્રે રાઘવજી પટેલ પ્રચાર કરવા ગયા ત્યારે ગામ લોકોએ વિરોધ કરીને દેકારો કર્યો હતો. ગામમાં ગટરની સમસ્યા, ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગામમાં હજું સુધી એક પણ આંગણવાડી નથી સહિતના પ્રશ્નને લઈને ગામલોકોએ રાઘવજી પટેલને ઘેર્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગામ લોકો અડગ રહ્યા હતા. જેથી રાઘવજી પટેલ ભાષણ કર્યા વગર જ રવાના થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...