તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નાની ભલસાણ ગામમાં પ્રોઢાએ અનૈતિક સંબંધ રાખવાની ના પાડતા બે શખ્સોએ હત્યા નિપજાવી હોવાનો ખુલાસો

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
હત્યા બાદ મૃતક મહિલાનું હાડપીંજર મળી આવ્યું હતું - Divya Bhaskar
હત્યા બાદ મૃતક મહિલાનું હાડપીંજર મળી આવ્યું હતું
  • પંદર દિવસ પહેલા મહિલાનું માનવ કંકાલ મળી આવ્યું હતું

કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં પ્રૌઢાએ અનૈતિક સંબંધ બાંધવાની ના પાડતા બે શખ્સોએ પ્રૌઢાનું ગળેટૂંપો દઈ હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ હત્યાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં આવેલા કણજારીયુ ડેમની પાળ નજીકના વિસ્તારમાંથી લાખા સોલંકી નામના રબારી યુવાનને ગત તા.30 મે ના રોજ માનવકંકાલ નજરે પડતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ માનવકંકાલ (હાડપીંજર) કબ્જે કરી તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં આ માનવ કંકાલ 10 થી 15 દિવસ પહેલાંનું સમયગાળા દરમિયાન અને કોઇ મહિલાનું હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ બનાવની તપાસ હાથ ધરતા બે સપ્તાહ પૂર્વે મધુબેન રમેશભાઇ વાઘેલા (ઉ.વ.50) નામના પ્રૌઢાનો મૃતદેહ હોવાનું ખૂલ્યું હતું અને આ અંગે તેણીના કૌટુંબિક રામજી મંજરિયાએ ઓળખ કરી હતી. ત્યારબાદ પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરતા ભુરો છગન વાજેલિયા અને રસિક મકા વાઘેલા નામના બે શખ્સોને મધુબેન સાથે અનૈતિક શરીર સંબંધ રાખવો હતો. જે રાખવાની મધુબેને ના પાડી હતી અને બન્ને આરોપીઓને અપશબ્દો બોલી નાતમાં બહાર કરવાની તેમજ દુષ્કર્મ આચર્યાનો પોલીસ કેસ કરવાની ધમકી આપી બુમાબુમ કરતા ભુરા છગન અને રસિક મકા નામના બન્ને શખ્સોએ ઉશ્કેરાઈને રસિકે પ્રૌઢાના પગ પકડી રાખ્યા હતાં. જ્યારે ભુરાએ મૃતકની ચૂંદડીમાંથી લીરો ફાડીને ગળેટૂંકો જઈ હત્યા નિપજાવી નાશી ગયા હતાં. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...