જામનગર તાલુકાની ઘટના:નંદપુરમાં મોટાભાઇએ દાતરડું માર્યુ

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાનાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

તાલુકાના નંદપુર ગામે રહેતા યુવાને તેની વાડીથી પુછયા વગર બેલા લઇ જઇ ઓરડી બનાવી લેવા મામલે મોટાભાઇને કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ મોટાભાઇએ માથામાં દાતરડુ ઝીંકી કોદાળીના હાથા વડે નાનાભાઇને માર મારી મુંઢ ઇજા કર્યાની ફરીયાદ નોંધાઇ છે. 

વાડીથી પુછયા વગર બેલા લઇ જવા મામલે કહેતા સર્જાઇ બબાલ
નંદપુર ગામે રહેતા રમેશભાઇ સવજીભાઇ બોરસદીયા નામના યુવકે પોતાના પર દાંતરડા વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડીને કોદાળીના હાથા વડે માર મારીને મુંઢ ઇજા કર્યાની ફરીયાદ તેના જ મોટાભાઇ ગોરધનભાઇ સવજીભાઇ બોરસદીયા (રે.વિભાપર, હાલ નંદપુર) સામે નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત નાનાભાઇની વાડીએતેને પુછયા વગર બેલા (પથ્થર) લઇ જઇ મોટાભાઇએ તેની વાડીએ ઓરડી બનાવી લીઘી હતી. આ મામલે નાનાભાઇએ કહેતા જ એકદમ ઉશ્કેરાઇ જઇ સામાવાળા મોટાભાઇએ આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ બનાવની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...