કાર્યવાહી:નાઘેડીમાં મહિલાને ગાળો ભાંડી ધમકી આપી, 2 મહિલા સહિત 3 સામે ફરિયાદ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉનો કેસ પાછો ખેંચી લેવા કહી ધમકી

જામનગરની ભાગોળે આવેલા નાઘેડીમાં રહેતી એક મહિલા પ્રસંગ હોવાથી નાની બાળાઓને બોલાવવા ગયા બાદ બે મહિલા સહિત ત્રણએ એકસંપ કરી અગાઉનો કેસ પાછો ખેંચી લેવાનુ કહી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ નોંધાવી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરની ભાગોળે ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાં વસવાટ કરતા ભારતીબેન મુકેશભાઈ માડમ નામના મહિલાના ઘરે માતાજી તેડયા હોય તેઓ આજુબાજુમાં રહેતા પરિવારોને ત્યાંથી નાની બાળાઓને બોલાવવા જતા પાડોશી રેખાબેન, ધાનીબેન, વિક્રમ ભાઈએ તેઓને ગાળો ભાંડી હતી અને મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઉપરાંત અગાઉ કરેલો કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું હતું.આ બનાવની ભારતીબેનની ફરીયાદના આધારે પંચ બી પોલીસે બે મહિલા અને એક પુરૂષ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...