આત્મહત્યા:રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી યુવાને આયખું ટૂંકાવ્યું, કાલાવડ તાલુકાના આણંદપર પંથકનો બનાવ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટથી પોતાની વાડીમાં જઈ ભર્યું પગલું

કાલાવડ તાલુકાના આણંદ પર ગામના વતની એવા એક ખેડૂત યુવાને મંગળવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. ઉપરોક્ત યુવાન હાલ રાજકોટ સ્થાયી થયો હતો, અને વેપાર કરતો હતો. મંગળવારે પોતાના વતન આણંદપર ગામે આવ્યા પછી ઝેર પી લઇ આપઘાત કરી લેતા પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદ પર ગામના વતની અને ખેતીકામ સાથે જોડાયેલા સંજયભાઈ કેશવજીભાઇ ટીલાળા નામના 39 વર્ષના યુવાને મંગળવારે પોતાની વાડીમાં પહોંચી જઇ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે આણંદપર ગામ માં ખેતીવાડી સંભાળતા તેના પિતા કેશવજીભાઇ રણછોડભાઈ ટીલાળા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સંજયભાઈના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાન કેજે હાલમાં પોતે રાજકોટ રહેવા માટે ચાલ્યો ગયો હતો, અને ત્યાં વેપાર કરતો હતો.

દરમિયાન મંગળવારે પોતાના વતનમાં આણંદપર ગામે આવ્યા પછી વાડી માં જઈને ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે નું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...