આપઘાત:મોમાઇનગરમાં મગજ કામ ન કરતા યુવાને એસિડ પીધું

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુલાબનગરમાં ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

જામનગર શહેરના મોમાઇનગરમાં રહેતા યુવાને મગજ કામ કરતો ન હોય એસિડ પી લેતા તેનું મૃત્યુ થયું છે, જયારે ગુલાબનગરમાં રહેતા યુવાને અગમ્યકારણોસર ગળાફાંસો ખાઇ લેતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત પામેલ જાહેર કર્યો હતો.

જામનગર શહેરના ગાંધીનગર મોમાઇનગર શેરી નં. 3ના છેડે રહેતા વેરશીભાઇ પરબતભાઇ માતંગ (ઉ.વ.45) નામના યુવાનનો કયારેક કયારેક મગજ કામ કરતો ન હોય, રાત્રીના સમયે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં શહેરના ગુલાબનગર વાલ્મિકી નગરમાં રહેતા કાનજીભાઇ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.30) નામનો યુવાને કોઇપણ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેને તાત્કાલીક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં ફરજ પરના તબીબે તેને મૃત પામેલો જાહેર કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...