તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે અરેરાટી:જામજોધપુરના મેથાણ ગામે દારૂ પીવાની ટેવથી કંટાળી યુવાને જીવતર ટૂંકાવી લીધુ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
 • પરિવારજનો અવાર-નવાર દારૂની ટેવ છોડી દેવા સમજાવતા હતા પણ છૂટતી ન હતી

જામજોધપુરના મેથાણ ગામે યુવાને દારૂ પીવાની ટેવથી કંટાળી જીવન ટૂંકાવી લેતા ચકચાર જાગી છે. મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડયો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મેથાણ ગામમાં રહેતાં અને મજુરીકામ કરતા ગીરીશભાઈ મુળજીભાઈ રાઠોડ નામના 38 વર્ષના યુવાનને દારૂની લત લાગી હતી. જેના કારણે તેમના પરિવારજનો અવારનવાર આ ટેવ છોડવા સમજાવતા હતાં.

પરંતુ દારૂની આદતથી કંટાળી ગયેલા ગિરીશભાઈએ મંગળવારે સવારે દારૂ પીધા પછી ઝેરી દવા પણ ગટગટાવી લીધી હતી. જેની પરિવારને જાણ થતાં ગિરીશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં યુવાનનું સારવાર દરમ્યાન બુધવારે મૃત્યુ નિપજયું છે. બનાવ અંગે મૃતકના પિતા મૂળજીભાઈ આલાભાઈ રાઠોડે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો